• બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસ મિયા નિદાન કેમ્પ જેવા અનેક કાર્યક્રમો યોજાયા
  • વિદ્યાર્થીઓ ,વાલીઓ ,રાજકીય ,અગ્રણીઓ , સંતો અને  મહાનુભવો રહ્યા ઉપસ્થિત
  • વિધાનસભાના અધ્યક્ષની 19 મી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા
  • બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસ મિયા નિદાન કેમ્પ જેવા અનેક કાર્યક્રમો યોજાયા

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હિંમત વિદ્યાનગર અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિધાનસભાના અધ્યક્ષની 19 મી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.જેમાં બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસ મિયા નિદાન કેમ્પ જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ વાલીઓ રાજકીય અગ્રણીઓ સાધુ સંતો અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હિંમત વિદ્યાનગર અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુરના સ્થાપક હિંમતલાલ મુલાણી આઠમી વિધાનસભાના અધ્યક્ષની 19મી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં કેમ્પસના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ રચનાત્મક પ્રવૃત્તિ હરીફાઈમાં વિજેતા વિદ્યાર્થીઓને ચીલ્ડ વિતરણ કાર્યક્રમ અને કેમ્પસના 19 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન અને સાથે હિંમતલાલ મુલાણીની જીવન આધારિત તૈયાર થયેલ ડોક્યુમેન્ટ ફિલ્મ હયાતીના હસ્તાક્ષર અને બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસ મિયા નિદાન કેમ્પ જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા.

ત્યારે આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ અને સંત નિજાનંદ સ્વામી ગોતરકા આશ્રમ અને કાર્યક્રમના અધ્યક્ષ પ્રવીણ કોટક અને સંસ્થાના પ્રમુખ મહેશ મુલાણી અને ટ્રસ્ટી ડોક્ટર નવીન ઠક્કર અને ટ્રસ્ટી રાચંદ ઠક્કર અને અન્ય મહાનુભવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર હિંમત વિદ્યાનગર ખાતે આઠમી વિધાનસભાના અધ્યક્ષ હિંમતલાલ મુલાણીની 19મી પુણ્યતિથિ પ્રસંગે ભવ્ય વિવિધ કાર્યક્રમો યોજાયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ રાજકીય અગ્રણીઓ સાધુ સંતો અને અન્ય મહાનુભવો સહીત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દીપક સથવારા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.