પાટણ માં કોલેજ કેમ્પસમાં આવવા જવા અંડરબ્રિજમાંથી પસાર થવામાં વાહનોની અવરજવર સતત રહેતી હોવાના કારણે છાત્રોને ચાલીને નીકળવાનો માર્ગ રહેતો ન હોઈ અનેક મુશ્કેલીઓ અને જોખમ લઇને વિદ્યાર્થીઓએ ભણવા માટે આવવાની ફરજ પડે છે

વિદ્યાર્થીઓએ વેધક સવાલો કર્યા હતાં કે અમારી જિંદગીની સરકારને કોઈ કિંમત નથી….? અમારી સુવિધા માટે કેમ કોઈ વિચારતુ નથી?

Screenshot 10 16

પાટણમાં કોલેજ કેમ્પસમાં જવાના રસ્તા પર રેલ્વે લાઇન પસાર થતી હોય વિદ્યાર્થીઓ માટે અવર જવરમાં ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડતી હોવાની વારંવારની બૂમ પ્રવર્તી રહી છે ત્યારે રેલવે તંત્ર દ્વારા અહીંના અંડર બ્રિજના ઉપર RCCની દિવાલ બાંધી દેવામાં આવતા કેટલાક વિદ્યાર્થીઓ જીવના જોખમે આ દિવાલ ઓળંગીને જોખમરૂપ પરિસ્થિતિમાં પસાર થતા જોવા મળી રહ્યા છે ત્યારે અકસ્માત થાય તો જવાબદારી કોની તે એક ગંભીર સવાલ છે.

વિધાર્થી જીવના જોખમે દીવાલ અને પાટા ઓળગવા મજબૂર

કોલેજ કેમ્પસમાં હજારો વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોય છે. અહીં બ્રોડગેજ રેલવે લાઇન પસાર થતી હોવાના કારણે રેલવે દ્વારા અંડરબ્રિજ બનાવવામાં આવેલ છે પરંતુ તેમાં ચોમાસા દરમિયાન ખૂબ પાણી ભરાઇ રહેવાથી તેમજ હાલમાં પાણી નહીં હોવા છતાં આ અંડરબ્રિજમાં વિદ્યાર્થીઓ ચાલીને જઈ શકે તે માટે ફૂટપાથ જેવી કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ ન હોય વિદ્યાર્થીઓ અંડર બ્રિજમાંથી તેમજ રેલવેના પાટા ઓળંગીને જિંદગીના જોખમે પસાર કરવા મજબૂર બની ગયા છે.

Screenshot 9 26

અહીં રેલવેના નાળા ઉપર RCCની જાડી દિવાલ બનાવી દેવામાં આવતા વિદ્યાર્થીઓ  આવી- જઈ શકે તેવી કોઇ જ વ્યવસ્થા ન રહેતા નાછૂટકે કેટલાક વિદ્યાર્થીઓ રેલવેના પાટા પરથી પસાર થતા હોવાનું તેમજ RCCની દિવાલ બનાવેલ હોય વિદ્યાર્થીઓ જાનના જોખમે આ દિવાલ ઓળંગીને પસાર થતા હોવાનું જોવા મળી રહ્યું હોઈ વિદ્યાર્થીઓના જીવનની સલામતી માટે જિલ્લા વહીવટી તંત્ર, કોલેજ મેનેજમેન્ટ કે રેલવે ખાતું કંઈ વિચારશે ખરા.? આપણું વિદ્યાર્થીધન ક્યાં સુધી ઘેટાં બકરાંની જેમ મુસાફરો ભરીને દોડતા ખાનગી વાહનોમાં કે ST બસોના છાપરા ઉપર બેસીને અસલામત મુસાફરી કરતું રહેશે.? સત્તાધિશો ચિંતા કરશે ખરા.? કે હોતી હૈ ચલતી હૈ ? જ ચાલતું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.