પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અવાર નવાર વિવાદોના વમળમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. ત્યારે NSUI દ્વારા યુનિવર્સિટી કેમ્પસનું સરપ્રાઈઝ ચેકિંગ કરતા યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિના નિવા સ્થાન ની બાજુની દિવાલને અડીને આવેલા કોટ પાસેથી વિદેશી દારૂની ખાલી બોટલ મળી આવતા સનસનાટી મચી હતી.

તો આ સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિના ધ્યાને આવતા તેઓએ આ ઘટનાને ગંભીર લેખાવી સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવા યુનિવર્સિટીની સિકયુરીટી એજન્સી સહિત પોલીસ તંત્રને જાણ કરી હતી. આ સાથે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી અગાઉ પણ દારૂની બોટલ મળવાની ધટના બની હોય ત્યારે વધુ એક વખત યુનિવર્સિટીને લાંછનરૂપ ઘટનાં બનતા સનસનાટી મચી જવા પામી છે.

પાટણ NSUI એ યુનિવર્સિટીનાં કમ્પાઉન્માં કરેલ સરપ્રાઈઝ ચેકિંગમાં મળી આવેલ વિદેશી દારૂ ની ખાલી બોટલ મામલે યુનિવર્સિટી સામે અનેક સવાલો ઉઠ્યાં છે તો યુનિવર્સિટીમાં લાખો રૂપિયાનો ખર્ચ સિક્યુરિટી પાછળ તેમજ સીસીટીવી કેમેરા પાછળ થતો હોવા છતાં પણ વિદેશી દારૂની બોટલો કેવી રીતે યુનિવર્સિટીમાં આવે છે તે પણ એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે. આ બાબતે યુનિવર્સિટીના કુલપતિને જાણ થતા તેઓએ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી  યુનિવર્સિટીમાં દારૂની મહેફીલો કોણ માણે છે તેવા તત્વો ને નસિયત કરવા પોતાની કટિબદ્ધતા વ્યકત કરી હતી.

દીપક સથવારા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.