- રાધનપુર વોર્ડ નંબર 4ના રહીશો નગરપાલિકાની કામગીરીથી નારાજ થતાં રોષે ભરાયા
- ગંદકી અને ગટરના ગંદા પાણી અને કચરાથી લોકો પરેશાન થતાં હોવાના આક્ષેપો
- ગંદકીના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા હોવાના આક્ષેપો
- તાત્કાલિક સાફ સફાઈ કરાવવા સ્થાનિકોએ નગરપાલિકા પાસે કરી માંગ
Patan News : પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર ચારના રહીશો ગંદકી અને ગટરના ગંદા પાણીથી અને કચરાથી પરેશાન છે. નગરપાલિકાની કામગીરી સામે સ્થાનિક મહિલાઓમાં રોશની લાગણી. રાધનપુર ખાતે આવેલ મીરા દરવાજાથી નાગોરી વાસના રોડ ઉપર અને ઘરોની આજુબાજુ ગંદકીનો સામ્રાજ્ય છે. નગરપાલિકા રાધનપુરની જ્યારથી વહીવટદાર અને ચીફ ઓફિસરના ભરોસે સોંપવામાં સરકાર દ્વારા આપી છે. ત્યારથી રાધનપુરની જનતા પરેશાની ભોગવી રહી છે.
નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા વોર્ડ નંબર ચારની અંદર ગટરની સાફ સફાઈ ન થતી હોય કચરો ન લેવામાં આવતો હોય તેવા આક્ષેપો ત્યાંની સ્થાનિક મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા છે. તેના કારણે ગંદકી અને મચ્છરો થતા હોવાના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. આવા સમયે લોકોની અને રહીશોની માગણી ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવે. જો આ કામગીરી નહીં કરવામાં આવે તો અમે લોકો નગરપાલિકા સામે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરીશું. તેમજ રાજકીય અગ્રણીઓ ઉપર પણ સ્થાનિક રહેવાસીઓએ રોશ ઠાલવ્યો હતો.
આજરોજ રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પર જ્યોતિબેન જોષી એ વોર્ડ નંબર ચારની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યા જાણી તેમને મદદ કરવાની ખાતરી પણ આપી હતી. તેમજ તેમની સાથે રહી નગરપાલિકા સામે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. ગટરના ગંદા પાણી અને કચરાની કામગીરી ન થતી હોય તેના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે.
રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા વિસ્તાર જેના વોર્ડ નંબર ચારના લોકો નગરપાલિકાની કામગીરી સામે તાહીમામ પોકારી ઊઠ્યા છે. નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. તો રાધનપુરના જરૂરિયાતવાળા વિસ્તારની અંદર રોડ રસ્તાની કામગીરી ન કરાતી હોય અને બહારના વિસ્તારોની અંદર બિલ્ડરો અને જમીન માલિકોને ફાયદો કરાવવા રોડ રસ્તાની કામગીરીના ટેન્ડર બહાર પડતા હોય તેવા પણ મહિલાઓ દ્વારા નગરપાલિકા સામે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા.
અહેવાલ : દીપક સથવારા