પાટણ સમાચાર
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ APMC માર્કેટ યાર્ડ દ્વારા નવીન પેહલ ખેડૂતો માટે એક લાખ ખેડૂતો માટે આકસ્મિક વીમો લેવામાં આવ્યો હતો . સાંતલપુર તાલુકાના વારાહી ખાતે 1963 માં માર્કેટ યાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. 60 વર્ષ પછી ખેડૂતોના હિતમાં માર્કેટ યાર્ડના ચેરમેન ભેમાભાઈ મૂળજીભાઈ ચૌધરી અને અન્ય ડિરેક્ટર ઓફ બોડી દ્વારા ખેડૂત હિતનો નિર્ણય લેવામાં આવ્યો છે .
આ નિર્ણયને લીધે ખેડૂતમાં ખુશી જોવા મળી હતી વારાહી માકેટ યાર્ડની અંદર અલગ અલગ પ્રકારની સેવા પુરી પાડવામાં આવે છે. વારાહી માકેટ યાર્ડ ગુજરાતમાં પ્રથમ પ્લાસ્ટિક મુક્ત બનાવવા આવેલ છે. આજ રોજ સાંતલપુર તાલુકાના વારાહી માકેટયાડૅ ખાતે આજે ખેડૂતો માટે વિમોનું લોંચિંગ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિગજી સોલંકી અને વિમા કંપનીના અધિકારી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને માર્કેટ યાર્ડના ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં વીમો લોન્ચ કરવામાં આવ્યો હતો .