પાટણના શંખેશ્વર ગામના જીજ્ઞા શેઠને ભારતના ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે ‘ગાંઘીમિત્ર એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનગરની ભીડમાં પુરાતન પરમ્પરાનું જતન કરતી સુરેન્દ્ર પટેલ ( સુરેન્દ્રકાકા) ની વિશાલામાં ‘ વિચાર યુટેન્સિલ્સ મ્યુઝિયમ ‘ કે જે ભારતના પરંપરાગત ધાતુઓના વાસણ માટે પ્રખ્યાત છે. જેની સ્થાપના 1981 માં કરવામાં અઆવી હતી. ત્યારે તેનું નવીનીકરણ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ કુલ ત્રણ વ્યક્તિને ‘ગાંઘીમિત્ર એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં જેમની સેવાની સુવાસ પ્રસરી રહી છે ત્યારે એ જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને વઢિયાર – ખારાપાટનાં કર્મવિરાંગના તરીકે ઓળખાતા જીજ્ઞા શેઠનું ‘ગાંઘીમિત્ર એવોર્ડ’ થી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે આ એવોર્ડથી અંતરિયાળ વિસ્તારમાં ચાલતાં સેવાયજ્ઞની સુવાસ દૂર દૂર સુધી પહોંચી હતી.
આ સાથે આ કાર્યક્રમમાં અમિત શાહની સાથે પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા. તેમજ જીજ્ઞા શેઠની સાથે અલ્પેશ બારોટ અને દિનેશ લાઠીયા પણ આ સન્માન પામ્યા હતા. ત્યારે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પોઝિટિવ મીડિયાના પત્રકાર, લેખક રમેશ તન્ના દ્વારા કરવામાં આવ્યું હતું.
દીપક સથવારા