પાટણ સમાચાર

પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે અત્યાર સુધી તમે રૂપિયા ઉપાડવાનું એટીએમ જોયું  હશે પણ તમે  શિક્ષણ આપતું એટીએમ જોયું છે ? આ ATMને  એટીએ ડિજિટલ કહેવામાં આવે છૅ જેના થકી વિદ્યાર્થીઓ આગળીના ટેરવે શિક્ષક વગર ખુબજ સારો અભ્યાસ કરી શકે છે  જેમાં ઓડીઓ અને વિડિઓ થકી ખુબજ સુંદર રીતે અભ્યાસ કરી શકે છૅ આ પ્રકાર ની ક્રાંતિ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં થવા છે. Screenshot 8

જૈનોની તિર્થ નગરી શંખેશ્વર ખાતે જન મંગલ સેવા ચેરીટેબલ અને શાંતિનાથ સેવા ચેરીટેબલ ના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ જગતમાં ડિજિટલ ક્રાંતિ લાવવાના નો પ્રયાસ પાટણ જિલ્લા માં પ્રથમ વખત થવા પામ્યો છૅ ઓલ ટાઈમ એજ્યુકેશન એટીએ ડિજિટલ કોમ્પ્યુટર લેબનો પ્રારંભ કરવામાં આવ્યો છૅ સમગ્ર ગુજરાતમાં ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા શંખેશ્વર જેવા પછાત વિસ્તારની પસંદગી કરી દાતાએ ઉદાર હાથે 20 atm કાયૅરત બનાવવામાં આવ્યાં છે.

Screenshot 9

જેમાં ધો.1 થી ધો. 8 સુુધી ના અભ્યાસક્રમને લગતાં 1200 શિક્ષણ જ્ઞાન ના ભંડાર ને અપડેટ કરવામાં આવ્યો છે જે અભ્યાસ ક્રમ બાળકો આંગળીના ટેરવે અને હેડફોનના માધ્યમથી અભ્યાસ કરી શકશે.શંખેશ્વર જેવા પછાત વિસ્તારમાં જરૂરિયાત મંદ પરિવારના બાળકો કે જેઓ શિક્ષણની ફી સાથે ટ્યુશન ની ફી ભરવા સક્ષમ નથી. તેવા પરિવારના બાળકોને જનમંગલ સેવા ચેરીટેબલ અને શાંતિનાથ સેવા ચેરીટેબલના માધ્યમથી દાતા પરિવાર દ્રારા કાર્યરત કરાયેલી શિક્ષણ જગતની ક્રાંતિ સ્વરૂપ અને સમગ્ર ગુજરાતમાં શંખેશ્વર ખાતે પ્રારંભ કરાયેલ એટીએમ  ડિજિટલ કોમ્પ્યુટર લેબ આશીર્વાદ રૂપ બની રહેશે આગામી દિવસોમાં ધો.9 થી 12 વિધાર્થીઓ માટે પણ ઓનલાઇન એજયુકેશન ડેટા અપડેટ કરી આ શૈક્ષણિક ક્રાતિ\ને વધુ વિસ્તારવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે . આ પ્રસંગે ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર, દાતા પરિવાર અને શંખેશ્વર ગ્રામપંચાયત સરપંચ સહીત વિદ્યાર્થીઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.

દિપક સથવારા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.