- સિધ્ધપુરની ડેરીવાલા ફાર્મમાંથી 5,500 કિલો ભેળસેળયુક્ત ઘી પકડાયું
- ફુડ વિભાગ દ્વારા GIDC માં રેડ પાડીને ઘીના લેવાયા સેમ્પલ
- રિપોર્ટમાં ઘીમાં વેજીટેબલ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હોવાનું આવ્યું સામે
Patan : સિધ્ધપુરની ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ માંથી ફૂડ વિભાગે લીધેલા ઘીના સેમ્પલ ફેલ જતા 5500 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યા છે. જે અંગેના રિપોર્ટમાં ઘીમાં વેજીટેબલ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ચાર માસ અગાઉ પણ ફુડ વિભાગ દ્વારા સિધ્ધપુર જીઆઇડીસી માં રેડ કરી ઘીના સેમ્પલ લીધા હતા. ત્યારે ફરી એક વાર શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાતા ફૂડ વિભાગ દ્વારા ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટના માલિક સામે કેશ દાખલ કરાશે.
અનુસાર માહિતી મુજબ, રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા અનેક વાર બાતમીના આધારે ખાદ્યપદાર્થ બનાવતી ફેકટરી અને ખાદ્ય પદાર્થનું વેચાણ કરતી દુકાનોમાં દરોડા પાડવામાં આવે છે. ત્યારે સિદ્ધપુરમાંથી ભેળસેળયુક્ત ઘી ઝડપાયું હતુ. તેમજ આશરે 4 મહિના પહેલા સિદ્ધપુર GIDCમાંથી પકડાયેલું 5500 કિલો ઘી અશુદ્ધ નીકળ્યું હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.
ઘી માંથી વેજિટેબલ ઓઈલની ભેળસેળ હોવાનો ખુલાસો થયો છે. તેમજ ડેરીવાલા ફાર્મ પ્રોડકટ નામની ફેકટરીમાં ભેળસેળવાળુ ઘી બનતુ હોવાનું સામે આવ્યુ છે. તેમજ ફૂડ અને ડ્રગ્સની ટીમે 16.50 લાખની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા ભેળસેળવાળું ઘી બનાવનારા ફેક્ટરી માલિક સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અહેવાલ : દીપક સથવારા