કોરોનાના ઉચાળા ભરાવા લાગ્યા છે ત્યારે નવા વેરીયન્ટની એન્ટ્રી ન થાય તેવી તકેદારીની હિમાયત થાય છે ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ ઉડ્ડયન મંત્રાલયને એક પત્ર પાઠવી જે પ્રવાસીએ રસી લીધી હોય તેને જ પાસપોર્ટ ઈસ્યુ કરવા જોઈએ તેવી માંગ કરી છે.
કોરોનાને કાબુમાં લેવા માટે અસરકારક રીતે ચીવટપૂર્વક રસીકરણની હિમાયત કરવામાં આવી છે. અમેરિકા જેવા દેશોએ રસીકરણમાં દાખવેલી ચીવટને લઈને હવે દેશનું વાતાવરણ કોરોના ફ્રી થઈ ગયું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ભારતમાં કોઈપણ વ્યક્તિ રસીકરરના કવચથી વંચિત ન રહે તેના માટે તબક્કાવાર આયોજન થયું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રભુએ ઉડ્ડયન મંત્રાલયને પત્ર પાઠવી રસી લેનારને જ પાસપોર્ટ ઈસ્યુ કરવા જોઈએ તેવી માંગ કરી છે.
ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુરેશ પ્રભાકર પ્રભુએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના કેન્દ્રિય મંત્રી હરદીપ સિંહ પુરીને સંપૂર્ણ રસી અપાયેલ વ્યક્તિઓ માટે પાસપોર્ટ આપવાના મામલે પત્ર લખ્યો છે.
તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલમાં, તેમણે ટ્વિટ કર્યું, કે ‘કોવિડ – 19 ની વર્તમાન પ્રચલિત બીજી તરંગમાં ચેપ અને જાનહાનિના ઝડપથી ઘટાડાને ધ્યાનમાં રાખીને હરદીપસિંહ પુરી જીને પત્ર લખ્યો છે કે તેઓ રસીકરણ કરનારાઓને પાસપોર્ટ જારી કરવા માટે પરવાનગી આપે.
ઉલ્લેખનીય છે કે હાલ કોરોના સામે રક્ષણ મેળવવા રસી જ એકમાત્ર ઉપાય ગણાઈ રહી છે. એવામાં લોકોમાં રસી પ્રત્યે જાગરુકતા લાવવા સ્થાનિક તંત્ર સહિત રાજય અને કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે સરકાર જો આ નિર્ણય કરે તો પાસપોર્ટ લેનારા લોકો જરૂરથી રસી લેતા થઈ જશે.