વેટ તંત્ર દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં પણ
એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કરાઇ રાવ: હજુ અનેક બાકીદારો રાજકોટ વેટ વિભાગનાં હીટ લીસ્ટમાં
રાજકોટ જી.એસ.ટી. વિભાગ એ છેલ્લા કેટલાક સમયથી કરોડો રૂપિયા નો બાકી વેર નહી ભરનારા બાકીદારો સામે કડક કાર્યવાહી શરુ કરી છે. અને આવા બાકીદારો સામે કમિશ્નરના આદેશ મુજબ પોલીસ ફરીયાદો નોંધાવવાનું શરુ કર્યુ છે.ત્યારે, રાજકોટના એસ.ટી. વિભાગના ડિવીઝન ૧૦નાં જે.સી. ની સુચના મુજબ ડિવીઝન-૧૦ ના રાજય વેરા ઘટક-૮૯, એમ.સી. ફુલતરીયાએ ‘પાસ’ના અગ્રણી અને સૌરાષ્ટ્રમાં પાટીદાર અનામત આંદોલન ચલાવનાર દિનેશ બાંભણીયા સામે કરોડો રૂપિયાની બાકી વેટ નહી ભરવા સબબ પોલીસ ફરીયાદ નોંધાવ્યાનું વેટનાં સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
આ અંગેની વેટ કચેરીના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ જીલ્લાના જસદણના કમલાપુર ખાતે રહેતા અને પાસ સંગઠન ના અગ્રણી દિનેશ ભગવાનજીભાઇ બાંભણીયા, કે.જે. ઓએ રાજકોટમાં જે તે વખતે ન્યુ જાગનાથ મેઇન રોડ ઉપર શ્રીનાથજી કોટલીંગ પ્રા. લી.ની પેઢી શરૂ કરી હતી.
આ પેઢીનો વર્ષ ૨૦૧૦-૧૧૫ થી વર્ષ ૨૦૧૩ (૧૪ સુધીની આકારણી દરમ્યાન ભરવાનો થતો રૂ ૭૩.૨૫ કરોડનો વેરો ભર્યો ન હતો. આ વેરાની વસુલાત માટે વેટ વિભાગે શ્રીનાથજી કોટલીંગ પ્રા.લી. નાં ડાયરેકટર દિનેશ બાંભણીયાને વેરાની ઉધરાણીની વારંવાર નોટીસો આપી હતી. છતાં વેરો આવ્યો ન હતો. આથી વેટ તંત્ર એ મિલ્કત ટાંચમાં લેવા માટે પણ નોટીસો આપી હતી. છતાં વેરો નહી ભરાતા વેટ તંત્રના ફરીયાદી રાજય વેરા ઘટક-૮૯ ના એમ.સી. ફુલતરીયા એ રાજકોટ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દિનેશ ભગવાનજી બાંભણીયા સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.આ ફરીયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.