વિઝા તેમજ પાસપોર્ટ મેળવવા માટેની લાંબી પ્રક્રિયાથી હવે રાહતો મળશે. કારણકે પાસપોર્ટ ઓફિસે મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરી છે. તેથી હવે ઓનલાઈન પ્રક્રિયાથી પણ પાસપોર્ટ મેળવી શકાશે. મોબાઈલ એપથી પાસપોર્ટ બનાવવાની ફાઈલ નંબર અને જન્મ તારીખથી પાસપોર્ટની કામગીરી કર્યા પહોંચી તે જાણી શકાશે
. અમદાવાદ રિઝનલ પાસપોર્ટ ઓફિસર નીલમ રાની જણાવે છે કે, પાસપોર્ટ એપ્લીકેશન મુશ્કેલીઓને ઘટાડવા માટેની દિશામાં મોબાઈલ એપ્લીકેશન એક સફળ કદમ સાબિત થશે. એન્ડ્રોઈડ અને આઈઓએસ ઉપભોકતાઓ મોબાઈલ એપ્લીકેશનથી પાસપોર્ટની અરજી ઓનલાઈન કરી શકશે અને હવે તેમણે પાસપોર્ટ ઓફિસે લાંબી લાઈનોમાં લાગવુ પડશે નહીં તેથી એજન્ટો અને મધ્યમ વ્યકિતઓ વચ્ચે સંબંધો રહેશે નહીં.
કારણકે, અધિકારીઓના જણાવ્યા મુજબ આ એપ પાસપોર્ટ સેવા કેન્દ્ર સુધી પહોંચવા ડીપીસી, ડિસ્ટ્રીકટ પાસપોર્ટ સેલની મદદથી લોકો સુધી પહોંચી શકશે.