પેશન પાઠશાલાથી બાળકોની કલાના કામણ યુ-ટયુબ ઉપર ૫૮ મીલીયન લોકોએ નિહાળ્યા
આપણે સોશીયલ મીડિયાનો ઉપયોગ મનોરંજન અને માહિતીની આપ-લે માટે કરતા હોઈએ છીએ અને આ માધ્યમ બાળકોને બગાડે છે તેવી લોકોની માન્સીકતા હોય છે પરંતુ એ જ સોશીયલ મીડિયા બાળકો માટે ખૂબજ ઉપયોગી સાબીત થઈ શકે માટે ‘પેશન પાઠશાલા’ બનાવવામાં આવી હતી.
આજે બાળકો તેને જે વિષય કે પ્રવૃતિમાં રૂચી હોય તે ક્ષેત્રમાં આગળ વધી શકે છે. પરંતુ મોટાભાગના બાળકોને અને તેના વાલીઓને ખ્યાલ હોતો નથી કે પોતાના બાળકોમાં કેટલીક આવડત રહેલી છે. એક બાળક સારૂ પેન્ટીંગ, ડાન્સીંગ જેવી પ્રવૃતિ કરી શકે છે. જેને સોશીયલ મીડિયા ઉપર હોર્લીકસની ડ્રાઈવ એટલે કે, પેશન પાઠશાલાએ પુરતું માધ્યમ આપ્યું છે.
જેથી બાળકોની અંદર રહેલી અદ્દભૂત કલાને પ્લેટફોર્મ મળ્યું છે. પેશન પાઠશાલા કેમ્પેઈનમાં બાળકોની આવડતને વિકસાવવા તેમને આમંત્રીત કરવામાં આવ્યા. આ કેમ્પેઈન એક વીડિયો મારફતે કરવામાં આવ્યો હતો કે જયાં બાળકોએ પોતાના ટેલેન્ટને ખુબસુરત રીતે પ્રસ્તુત કર્યા હતા. આ કેમ્પેઈનનું લક્ષ્ય હતું કે, બાળકો પોતાની હોબી ઉપરાંત પોતાની ક્ષમતા ઉપર સ્કીલ બેઈઝ વર્ક કરે. વિદ્યાર્થીઓ અને બાળકોની આ એક્ટિવીટીમાં પોતાના બાળકોની ક્ષમતા અને શોખને જોઈને તેના વાલીઓ પણ અચંબીત થઈ ગયા હતા. આ વીડિયો કેમ્પેઈનને યુ-ટયુબ પર ૫૮ મીલીયન લોકોએ નિહાળ્યો હતો. આ કેમ્પેઈનને આયુષમાન ખુરાન, રીતેષ દેશમુખ અને લક્ષ્મી મન્ચુ જેવા સેલીબ્રીટીસે પણ આવકાર્યો હતો.