રાજદ્રોહનો ગુનો સાબીત થાય તો હાર્દિક ૨૦ વર્ષ સુધી જાહેર જીવનથી અલિપ્ત રહેશે
પાટીદાર અનામત આંદોલન સમીતીના આગેવાન કેતન પટેલને કોર્ટે રાજદ્રોહના આરોપમાંથી મુક્તિ આપી છે. કેતન પટેલ દેશદ્રોહના ગુનામાં તાજનો સાક્ષી બની ગયો હોય. હાર્દિક પટેલ ઉપર ગાળીયો કસાઈ ગયો છે. કેતન પટેલે આ કેસની ટ્રાયલ દરમિયાન ગુનાની કબુલાતવાળી તમામ સત્ય હકિકતો જણાવી પ્રોસીકયુશનને મદદ કરે તેવો પુરાવો આપવાનો રહેશે.
હવે જો હાર્દિક પટેલ ઉપર રાજદ્રોહનો ગુનો સાબીત થશે તો હાર્દિક ૨૦ વર્ષ સુધી જાહેર જીવનથી અલિપ્ત રહેશે. પાટીદાર અનામત મુદ્દે સરકારની સામે થયેલો અને કોંગ્રેસના પડખે રહેનાર હાર્દિક કાયદાકીય આટીઘુંટીમાં ફસાઈ ગયો છે. રાજકારણના ખેલમાં તે નવો નિશાળીયો સાબીત થયો છે.
પાટીદાર અનામત આંદોલન કેસમાં આવેલા અચાનક વળાંકના પગલે હાર્દિક પટેલ સહિતના ત્રણ આરોપીઓ સામે દેશદ્રોહ હેઠળનો મજબૂત થશે. આરોપીઓ દ્વારા રચવામાં આવેલું કાવતરુ અને સરકાર સામે ગુનાહિત બળ દેખાડી ધાક બેસાડવા તથા સરકાર સામે ધિક્કાર, તિરસ્કાર અને અનાદર ફેલાવવાની કલમો લગાવવામાં આવી છે. આ કેસ પુરવાર કરવા કેતન પટેલની તાજના સાક્ષી તરીકેની જુબાની ઘણી મહત્વની રહેશે.
દેશદ્રોહના ગંભીર આરોપમાં ઘેરાયેલા હાર્દિકનો હવે ઘડો લાડવો થાય તેવી શકયતા નકારી શકાતી નથી. પાસના નેતા હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા, ચિરાગ પટેલ અને કેતન પટેલ વિરુધ્ધ સેશન્સ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કેતન પટેલે તાજના સાક્ષી બનવા માટે આપેલી અરજી કોર્ટે મંજૂર કરી છે અને આ કેસમાં સત્ય જાહેર કરવાની શરતે માફી આપવામાં આવી છે. પરિણામે હાર્દિક અને તેના સાથી ચિરાગ તથા દિનેશ સામેનો કેસ મજબૂત બન્યો છે.
છેલ્લા ઘણા સમયથી પાસના કાર્યકરો હાર્દિકથી અડગા થઈ રહ્યાં છે. પાટીદાર અનામત આંદોલનના કેટલાક નેતાઓનું વલણ સરકાર તરફનું છે તો કેટલાક કોંગ્રેસ તરફે જુકાવ ધરાવે છે.
મતભેદ ધીમે-ધીમે જાહેર થવા લાગ્યો છે. અગાઉ અનામત આંદોલનના નેતાઓના નિવેદનો એકબીજાથી સંપૂર્ણ વિરોધાભાસી જણાતા હતા. હાર્દિકને સરકારે આંટીઘુંટીમાં ફસાવી નવો નિશાળીયો સાબીત કરી દીધો છે.