આ ખરડામાં રાષ્ટ્રીય ડીએનએ ડેટા બેંક અને પ્રાદેશિક ડીએનએ ડેટા બેંકો બનાવીને શંકાસ્પદોના ડીએનએ ડેટા ઈન્ડેકસ બનાવવાની થયેલી જોગવાઈ

વિકસતા જતા વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે વ્યકિતની ઓળખ મેળવવા માટે ડીએનએ ટેકનોલોજીનો વિકાસ થવા પામ્યો છે. વિદેશોમાં વર્ષોથી ડીએનએ ટેકનોલોજી દ્વારા વ્યકિતની ઓળખના ડેટાનો સંગ્રહ કરવામાં આવે છે. ત્યારે ભારતમાં ગુન્હાહિત કૃત્યોમાં સંડોવાયેલા વ્યકિતઓ, માતૃત્વના વિવાદ સહિતના મુદાઓ પર ડીએનએ ટેસ્ટ કરવાનો ખરડો મોદી સરકારે ગઈકાલે લોકસભામાં રજૂ કર્યો હતો. આ ખરડાને બહુમતીથી પસાર કરવામાં
આવ્યો તો.

અપરાધીઓ, શંકાસ્પદો, કેદીઓ, લાપત્તા બાળકો અને લોકો, આફત પીડિતો માનવ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ તથા અજ્ઞાત રોગોથી પીડાતા લોકોની ઓળખ મેળવવાના ડીએનએ ખરડાને ગઈકાલે લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતુ ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનાં આ ખરડામાં એક રાષ્ટ્રીય ડીએનએ ડેટા બેંક બનાવવાની સાથે પ્રાદેશીક ડીએનએ ડેટા બેંક બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ખરડો લોકસભામાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી ડો. હર્ષવર્ધન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતુ.

આ તકે ડો.હર્ષવર્ધનએ જણાવ્યું હતુ કે આ મુદે ગોપનીયતા ગુપ્તતા અને ડેટા સંરક્ષણના મુદાને ખૂબજ સાવચેતી પૂર્વક સંભાળ લેવામાં આવશે આ કાયદા દ્વારા પીડીતો, અપરાધીઓ, શંકાસ્પદો, ગુમ થયેલા વ્યકિતઓ અને અજ્ઞાત મૃત વ્યકિતઓની ઓળખ સ્થાપના માટે ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની મંજુરી આપવામાં આવશે.

આ કાયદાનો દૂરપયોગ થવાના વિપક્ષોની ચિંતાનો જવાબ આપતા ડો હર્ષવર્ધને જણાવ્યું હતુ કે દરેક બાબતોમાં અનેક લેવલો પર દુરપયોગ થતો હોય છે. લોહી કલેકશન કરતી કલીનીકલ લેબોરેટરીમાં પણ દુરપયોગ થવાની સંભાવના રહેલી છે. તેમને આ ખરડો ૧૪/૧૫ વષૅ જેવા લાંબા ગાળા બાદ લાવવામાં આવ્યો તે મુદે ચિંતા વ્યકત કરી હતી.

તેમને વધુમાં જણાવ્યુંં હતુ કે ખરડામાં પ્રસ્તાવિત દરેક ડીએનએ બેંકો શંકાસ્પદો અને આરોપીઓના ક્રાઈમ ઈન્ડેકસ બનાવશે તેનો ઉપયોગ ગુન્હાહિત બનાવોની તપાસ અને ગુમ થયેલા લોકોની ઓળખ મેળવવામાં પણ થઈ શકે છે. જરૂર પડયે દીવાની કેસની બાબતોમાં પણ ડીએનએ તપાસની મંજુરી આપવામાં આવશે તેમ ડો. હર્ષવર્ધને ઉમેર્યું હતુ આ ચર્ચામાં ભાગ લેતા ભાજપના સાંસદ સંજય જયસ્વાલે જણાવ્યું હતુ કે ભવિષ્યમાં વિશ્વભરમાં ડીએનએ ટેકનોલોજીની ઉપયોગીતા ઉભી થવાની સંભાવના છે.

જયારે ટીએમસીના કલ્યાણ બેનરજીએ ચર્ચા દરમ્યાન જણાવ્યું હતુ કે આ ખરડો ગુન્હાહિત કેસો, દીવાની ન્યાય સિસ્ટમ અને દેશના લોકો માટે ન્યાય મેળવવામાં અસરકારક પૂરવાર થશે. તેમને વધુમાં જણાવ્યુંહતુ કે તપાસ એજન્સી ડીએનએ ટેસ્ટ માટે ફરજીયાત સેમ્પલ લેવાની મંજુરી આપવામાં આવી છે.

ફરજીયાત તે નાગરીકોની અંગતતાના કાયદાનો ભંગ સમાન છે. જયારે, આર.એસ.પી.ના સાંસદ એન.કે. પ્રેમાચંદ્રને ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતુ કે આ ખરડો નાગરીકોની અંગતતાના હકકને ભંગ કરનારો છે.તેમને ડીએનએ ટેસ્ટ ફરજીયાત કરવાના કાયદાનો ગેરપયોગ નહી થાય તે અંગે શંકા વ્યકત કરીને ને આ ખરડાને પાર્લામેન્ટરી સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ મોકલવાની માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.