પગાર વધારા સાથે સપ્ટેમ્બર રર થી જજોના ખાનગી ખર્ચ માટે પણ સરકારી ફાળો

સુપ્રીમ કોર્ટના જજોના પગાર વધારા અંગે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા વિચારણાં થઇ રહી હતી ત્યારે હવે ર૪ હાઇ કોર્ટ સહિત સુપ્રીમ કોર્ટના જજોના પગાર વધારા અંગે આજે લોકસભામાં બિલ પાસ થયું છે. એક વખત પાર્લામેન્ટમાં બીલ પાસ થયા બાદ તે નિયમ બની જાય છે. હાલ ભારતના ચીફ જસ્ટીસની માસીક આવક રૂપિયા એક લાખ છે જેને હવે વધારીને રૂ. ૨.૧૦ લાખ કરવામાં આવશે. તેવી જ રીતે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચીફ જસ્ટીસોની સેલેરી રૂ. ૯૦,૦૦૦ પ્રતિ માસથી વધારીને રૂ. ૧.૫૦ લાખ કરવામાં આવશે.

કાલે શિયાળુ સત્રનો છેલ્લો દિવસ છે. જો કાલે રાજયસભામાં બીલ પાસ નહી થાય તો તેમને બજેટ સત્ર સુધી રાદ જોવી પડશે. જે ૩૦ જાન્યુઆરીથી શરુ થનાર છે. જજોના પગાર વધારો સાતમાં પગાર પંચ અધિકારી ભારત અંતગર્ત કરવામાં આવ્યો છે. હાઇકોર્ટ અને સુપ્રીમ ર્કોેટના જજોને પગાર વધારા સાથે જુલાઇ ૧ થી મકાન ભાડાનું વળતર અને રર સપ્ટેમ્બરથી ખાનગી ખર્ચનું ભથ્થુ પણ આપવામાં આવશે. વર્ષ ૨૦૧૬માં ભારતના ચીફ જસ્ટીસ ટી.એસ. ઠાકુરે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજોના પગાર વધારા અંગેને સરકારને રજુઆત કરી હતી.

સૃુપ્રીમ કોટમા હાલ રપ જજો છે ત્યારે હાઇકોર્ટની ક્ષમતા ૧૦૭૯ જજોની છે. પરંતુ ૬૮૨ જજો ર૪ હાઇકોર્ટમાં પણ કામ કરે છે. માટે આ બીલથી ૨૫૦૦ રીટાયર્ડ જજોને પણ ફાયદો થશે. એક વખત જો પગારમાં વધારો થશે તો સાતમી ચુકવણી પેનલના પગાર વધારાનું પણ અમલીકરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.