૪૪ રાજધાની, ૪૬ શતાબ્દી અને પર દુરન્તો ટ્રેનોમાં ફલેકસી ફેર સ્કીમ લાગુ
રેલવેની આવક વધવાની સાથે મુસાફરોને પણ થશે લાભ
રેલવે મુસાફરો માટે આનંદના સમાચાર છે. પ્રીમીયમ ટ્રેનોમાં સફર કરનારા યાત્રીકોને રેલ મંત્રાલયે મોટી સુવિધાઓ પ્રદાન કરી છે. રેલવેની ફલેકસી ફેર સ્કીમમાં મોટા બદલાવો કરાયા છે. જેના ભાગરૂપે હવાઈ મુસાફરી કરતા પણ મોંધી એવી ૪૦ ટ્રેનોની મુસાફરી ના ભાવ નિયંત્રીત કરાશે અને યાત્રિકોને આકર્ષવા રેલવે ૬૦%થી ઓછી બુકીંગ વાળી ટ્રેનોમાં ૫૦% સુધીની ભાડાઓમાં રાહતો આપશે.
વિમાનની ટીકીટ કરતા પણ મોંઘી એવી ૪૦ ટ્રેનોની ટીકીટોના ભાવ નિયંત્રીત કરવાથી વધુ મુસાફરો રેલ મુસાફરી તરફ આકર્ષાશે. મુસાફરીના દિવસથી ચાર દિવસ અગાઉ સુધી બુકીંગ કરાવનારા મુસાફરોને રેલવે બોર્ડ ૫૦% સુધીનું ડીસ્કાઉન્ટ આપશે.
આ ઉપરાંત જે જે ટ્રેનોમાં ૬૦%થી વધુ બુકીંગ ખાલી છે તેવી ટ્રેનોમાં મુસાફરી કરવા માટે પણ મુસાફરોને આકર્ષક ડીસ્કાઉન્ટ મળશે, રેલવે અધિકારીઓએ જણાવ્યુ કે, તેમના આ પગલાથી યાત્રીકોની મુસાફરી વધુ સસ્તી અને આરામદાયક બનશે.
રેલવે બોર્ડે આ ફલેસીફેર સ્કીમ ૪૪ રાજધાની, ૪૬ શતાબ્દી અને ૧૫ ડુરોન્ટો ટ્રેનોમાં લાગુ કરી છે. આ ફલેકસીફેર સ્કીમમાં હવાઈ મુસાફરીની જેમ બુકીંગ માટેના દિવસ ઓછા થતા ભાડુ વધે છે. એટલે કે જો યાત્રી એક મહિનો અગાઉ ટીકીટ બુક કરાવે છે તો તેણે નિયત ભાડુ ચૂકવવું પડશે જયારે ચાર દિવસ અગાઉ ટીકીટ બુક કરાવશે તો વધુ પૈસા ચૂકવવા પડશે.રેલવે બોર્ડના આ નિર્ણયથી રેલવેની આવકમાં પણ વધારો થશે અને મુસાફરોને પણ રાહત મળશે.