ટ્રેનના ભાડામાં રૂ.૧૦ થી ૩૫નો વધારો
રેલવેના મુસાફરોને રિ-ડેવલોપ સ્ટેશનોની સુવિધા માટે યુઝર્સ ચાર્જ તરીકે ટિકીટ ભાડામાં રૂ. ૪૦ થી ૩પ વધારાનો ચાર્જ ચુકવવો પડશે.
રેલવેના સ્ટેશનોના વિકાસ માટે ભંડોળ ઉભુ કરવા માટે આ આયોજનની દરખાસ્ત કેબીનેટની મંજુરી માટે મોકલવામાં આવશે આ યુઝર્સ ફી વર્ગ મુજબ ક્રમશ: ૧૦ થી ૩પ મુજબ વસુલ કરવામ)ં આવશે. સૌથી વધુ ચાર્જ એ.સી. ફર્સ્ટ કલાસ વર્ગના મુસાફરો પાસેથી લેવામાં આવશે. રેલવે એ સ્પષ્ટતા કરી છે. આ યુઝર્સ ફી સ્ટેશનોના વિકાસના ભંડોળ તરીકે ઉપયોગમાં લેવાશે
દેશના કુલ ૭૦૦૦ રેલવે સ્ટેશનોમાંથી આ પ્રકારના સ્ટેશનો તરીકે ૭૦૦ થી ૧૦૦૦ સ્ટેશનોનો વિકાસ થશે. રેલવે વપરાશકારો પાસેથી વસુલવામાં આવતો હોય, તેવો આ આ ચાર્જ પહેલો ગણવામાં આવે છે. ઘણાં વિમાન મથકો પર આવા ડેવલોપમેન્ટ ફંડ વસુલવામાં આવે છે. જેના દર અલગ અલગ હોય છે. પ્રવકતાએ જણાવ્યું હતું કે યુઝર્સ ચાર્જ ઓછી રકમના રૂપમાં લેવામાં આવશે અને તે સુવિધા ઉભા કરવા માટે વપરાશે આમ આદમીને જરાં પણ બોજરૂપ ન બને તેવી આ નાની રકમ વિકાસનું મોટું કામ કરશે. જો કે આ યોજના હજી વિચારણામાં છે. પરંતુ આ ચાર્જ ખુબ ઓછો અને કોઇને બોજરૂપ ન પડવું જોઇએ. રેલવે બોર્ડના વી.કે.યાદવે પત્રકાર પરિષદમાં ૧૭મી સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે દેશના તમામ ૭૦૦૦ સ્ટેશનો પર આ ચાર્જ વસુલવામાં નહી આવે પસંદગી પાત્ર સ્ટેશનો પાસે આ ચાર્જ લેવામાં આવશે અને આગામી પાંચ વર્ષમાં આ વસુલ કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા ટુંક સમયમાં યુઝર્સ ચાર્જ અંગે આદેશો બહાર પાડશે.