શ્રાવણ માસ સ્પેશ્યલ ટ્રેનમાં મુસાફરોને મહાકાલેશ્ર્વર, ઓમકારેશ્ર્વર, ત્ર્યંબકેશ્ર્વર, ભીમાશંકર, ગ્રિષ્ણેશ્ર્વર, પરલી, વૈજનાથ, મલ્લિકાર્જુન, જયોતિર્લિંગ લઇ જવાશે બુકીંગ શરૂ
ભારતીય રેલવેની મીની રત્ન કંપની ભારતીય રેલવે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (આઇઆરસીટીસી) તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબઘ્ધ છે. આઇ.આર.સી.ટી.સી. દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત વિવિધ ધાર્મિક પ્રવાસોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં કાશ્મીર સાથે માતા વૈષ્ણોદેવી, શ્રાવણ માસ સ્પેશ્યલ સાત જયોતિલિંગ, શ્રી રામજન્મ ભૂમિ સાથે 3 જયોતિલિંગના પ્રવાસો કરાવવામાં આવશે. આ ત્રણ ધાર્મિક જગ્યાઓ માટે વિવિધ શ્રેણીઓ નકકી કરવામાં આવી છે. જેમાં સ્ટાન્ડર્ડ કલાસ (સ્લીપર) માટે રૂ. 20,900, કમ્ફર્ટ કલાસ થ્રી એસી માટે રૂ. 34,500 અને સુપ્રિરિયલ કલાસ ટુ-એસી માટે રૂ. 48,900 ના દરો નકકી કરવામાં આવ્યાં છે.
આઇ.આર.સી.ટી.સી. દ્વારા શરુ કરવામાં આવેલા કાશ્મીર – માતા વૈષ્ણવો દેવી, શ્રાવણ માસ સ્પેશ્યલ, સાત જયોતિલિંગ યાત્રામાં મહાકાલેશ્ર્વર, ઓમકારેશ્ર્વર, ત્ર્યંબકેશ્ર્વર, ભીમાશંકર, ગ્રિષ્ણેશ્ર્વર, પરલી, વૈજનાથ, મલ્લિકાર્જુન, જયોતિલિંગ લઇ જવામાં આવશે. તથા રામજન્મ ભૂમિ સાથે 3 જયોતિલિંગ જેમાં અયોઘ્યા, પ્રયાગરાજ, શ્રીનગવેરપુર, ચિત્રકુટ: વારાણસી, ઉજજેન, નાસિક લઇ જવામાં આવશે.
આઇ.આર.સી.ટી.સી. દ્વારા શરુ કરવામાં આવેલા ટુર પેકેજમાં બુકીંગ શરુ થઇ ગયું છે. રસ ધરાવતા પ્રવાસીઓ આઇ.આર.સી.ટી.સી. ની વેબસાઇટ પર અને અધિકૃત એજન્ટો પાસેથી પણ ઓનલાઇન ટુર પેકેજ બુક કરાવી શકાય છે. તથા મો. નં. 96536 61717 પર સંપર્ક કરી શકો છો.
3 ઓગષ્ટની શ્રાવણ માસ સ્પેશ્યલ સાત જયોતિલિંગ યાત્રાનો થશે પ્રારંભ
ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન હેઠળ શ્રાવમ માસ સ્પેશ્યી સાત જયોતિલિંગની યાત્રા કરાવવામાં આવશે. આ યાત્રા 3 ઓગષ્ટથી 1ર ઓગષ્ટ (9 રાત્રી – 10 દિવસ) સુધીની રહેશે. આ યાત્રા દરમિયાન આઇ.આર.સી.ટી.સી. મહાકાલેશ્ર્વર, ઓમકારેશ્ર્વર, ત્ર્યંબકેશ્ર્વર, ભીમાશંકર, ગ્રિષ્ણેશ્ર્વર, પરલી, વૈજનાથ, મલ્લિકાર્જુન જયોતિલિંગ મંદિર જેવા ધાર્મિક સ્થળોએ લઇ જશે. આઇઆરસીટી.સ. તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા કટિબઘ્ધ છે.આ અંતર્ગત આ પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નકકી કરવામાં આવી છે. જેમાં સ્ટાન્ડર્ડ કલાસ (સ્લીપર) માટે રૂ. 20,900 કમ્ફર્ટ કલાસ થ્રી એસી માટે રૂ. 34,500 અને સુપિરિયર કલાકસ ટુ એસી માટે રૂ. 48,900 ના દરો નકકી કરાયાં છે. આ પ્રવાસમાં એલટીસી સુવિધા પર અપાશે. 3 ઓગષ્ટના રોજ ચાલનારી યાત્રા ટ્રેનમાં મુસાફરો, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતિ, નડીયાદ, આણંદ, છાયાપુરી (વડોદરા), ગોધરા, દાહોદ, મેધનગર રતલામથી બેસી શકાશે.
15 ઓગષ્ટથી રામ જન્મ ભૂમિ સાથે 3 જયોતિલિંગનો ધાર્મિક પ્રવાસ થશે શરૂ
ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન તા. 1પ થી ર4 ઓગષ્ટ (9 રાત્રી – 10 દિવસ) સુધીની રહેશે. આ યાત્રા દરમિયાન અયોઘ્યા, પ્રગાયરાજ, શ્રીનગવેરપુર, ચિત્રકુટ, વારાણસી, ઉજજૈન, નાસિક જેવા ધાર્મિક સ્થળોએ લઇ જવાશે. આ પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નકકી કરાયા છે. જેમાં સ્ટાન્ડર્ડ કલાસ (સ્લીપર) માટે રૂ. 20,500 કમ્ફર્ટ કલાસ થ્રી એસી માટે રૂ. 33000/- અને સુપિરિયલ કલાસ ટુ એસી માટે રૂ. 46,500 ના દરો નકકી કરવામાં છે તા. 1પ ઓગષ્ટ ના રોજ ચાલનારી ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતિ, નડિયાદ, આણંદ, છાયાપુર (વડોદરા), ગોધરા, દાહોદ, મેધનગર, રતલામ થી બેસી શકાશ.
થ્રી એ.સી. સ્પેશ્યલ ચાર્ટડ કોચ દ્વારા કાશ્મીર સાથે માતા વૈષ્ણોદેવીની સફર
ગાંધીનગર રેલવે સ્ટેશનથી થ્રી એ.સી. સ્પેશ્યલ ચાર્ટર્ડ કોચ દ્વારા કાશ્મીર સાથે માતા વૈષ્ણોદેવીનું પેકેજ આપવામાં આવેલ છે. જે તાન. 13 જુથ થી ર3 જુન દરમિયાન (10 રાત્રી – 11 દિવસ) ટ્રેન નંબર 19223 થી ઉપડશે. જેમાં મુસાફરો કલોલ, મહેસાણા, ઉંઝા, સિઘ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાર, જોધપુર થી બોડિંગ કરી શકાશે. માતા વૈષ્ણોદેવીના દર્શન અને શ્રીનગર, ગુલમર્ગ:, પહેલગામ, સોનમર્ગની સુંદરતાની મજા માણી શકાશે. જે કમ્ફર્ટ કલાસ થ્રી એ.સી. માટે રૂ. 40,000 પ્રતિ વ્યકિત ટ્રિપલ શેરિંગથી શરુ થશે.