Abtak Media Google News
  • વારણસી જતી ફ્લાઈટમાં ઘટેલી ઘટના, તાત્કાલિક ફ્લાઇટ ખાલી કરાવાય
  • ટીશ્યું પેપરમાં બોમ્બ લખેલું મળતા અફરાતફરી

દિલ્હીમાં ફ્લાઈટમાં બોમ્બની બીકે પેસેન્જરો બારીએથી ધડાધડ કુદવા લાગ્યા હતા. આ ફ્લાઈટમાં એક ટીશયું પેપરમાં બોમ્બ લખેલુ હતું. જેને પગલે આ અફરાતફરી સર્જાઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર દિલ્હી એરપોર્ટ પર વારાણસી જતી ઈન્ડિગો ફ્લાઈટ (6ઇ2211)માં આજે સવારે ટેકઓફ પહેલા બોમ્બ લખેલું એક ટિશ્યુ પેપર મળી આવ્યું હતું. તેને ધમકીની આશંકા માનવામાં આવી હતી. આ પછી ક્રૂ મેમ્બરોએ તમામ મુસાફરોને ઈમરજન્સી ગેટમાંથી બહાર કાઢ્યા હતા. કેટલાક મુસાફરો વિમાનની પાંખ પર ચાલીને બહાર નીકળ્યા હતા.

દિલ્હી એરપોર્ટ પર ક્યુઆરટી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને બોલાવવામાં આવી હતી. વિમાનમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે વોશરૂમમાંથી ટિશ્યુ પેપર મળી આવ્યું હતું અને સવારે 5.35 વાગ્યે તેની જાણ કરવામાં આવી હતી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

આ મહિનો એટલે કે 1 મેથી અત્યાર સુધીમાં 28 દિવસમાં એરપોર્ટ, સ્કૂલ, હોસ્પિટલ સહિત બોમ્બની ધમકીની આ આઠમી ઘટના છે. આ પહેલા 23 મેના રોજ દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. તે પહેલા ગૃહ મંત્રાલયને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. તમામ બધી ધમકીઓ ખોટી નીકળી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.