૩૦માંથી કુલ ૧૪ મિની બસ મળી: ૧૬ ટુંક સમયમાં આવશે
રાજકોટ એસ.ટી. ડીવીઝનનો વિકાસ પૂર ઝડપે થઇ રહ્યો છે ત્યારે દિવસેને દિવસે મુસાફરોની સવલતોને ઘ્યાનમાં રાખી ડિવીઝનને વધારાની બસો મળી રહી છે. ગઇકાલે રાજકોટ એસ.ટી. ડીવીઝનને બે નવી ગુર્જર નગરી બસ મળી છે. આ ઉ૫રાંત ૩૦ મીની બસ મળવાની છે જે પૈકી ડિવીઝનને આજે બે મીની બસ સહીત અત્યાર સુધીમાં કુલ ૧૪ મીની બસ પાપ્ત થઇ છે. ટુંક જ સમયમાં બીજી ૧૬ મીની બસ ડીવીઝનમાં કાર્યરત થશે.રાજકોટ એસ.ટી. ડીવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ અબતક સાથેની વાતચીત દરમીયાન જણાવ્યું હતું કે ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજયમાં ૩૫૦૦ થી પણ વધુ બસો ફાળવવામાં આવી રહી છે. ત્યારે હાલ રાજકોટને ૧૮૦ કરતા પણ વધુ બસો મળવાની છે. જેમાં એકસપ્રેસ, ગુર્જર નગરી અને મીની બસ સહીતની બસો મળવાની છે. જે પૈકી રાજકોટ ડીવીઝનને અત્યાર સુધીમાં બે ગુર્જર નગરી તેમજ ૧૪ મીની બસો પ્રાપ્ત થઇ છે. આ તમામ બસોમાં મીની બસ નાના રૂટો પર ચાલશે જેમાં મોરબી, ટંકારા, ચોટીલા, સુ.નગર, ગોંડલ, વિરપુર સહીતના ‚ટો પર દોડાવવામાં આવશે તેમજ ગુર્જરી નગરી અને એકસપ્રેસ લાંબા રૂટો પર દોડાવવામાં આવશે અત્યાર સુધીમાં કુલ ૧૯ બસ દિવાળી બાદ આવી છે જે મુસાફરોની સવલતોને ઘ્યાનમાં રાખી તેમજ મુસાફરોનો જે રૂટ પર ટ્રાફીક વધુ રહેતો હોય ત્યાં આ બસો દોડાવવામા આવશે. આવતા દિવસોમાં પણ મુસાફરોની માંગણીને ઘ્યાનમાં રાખીને તે મુજબ જ બસો દોડાવવામાં આવશે.