બુકિંગ કરેલ રૂટ પણ કેન્સલ કરાતા લોકોમાં રોષ
અબતક, સમીર વિરાણી, બગસરા
ભાવનગર ખાતેના કાર્યક્રમમાં બગસરા ડેપો દ્વારા અગત્યના એક્સપ્રેસ રૂટ બંધ કરી દેવાતા અનેક મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
બગસરા એસ.ટી. ડેપો દ્વારા ભાવનગર ખાતેના કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ રૂટને બંધ કરી બસો ની ફાળવણી કરી હતી પરંતુ તેમાં અગત્યના એક્સપ્રેસ રૂટો પણ બંધ કરી દેવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી. બગસરા એસટી ડેપો દ્વારા તા.28 અમદાવાદ, સુરત, શિરડી, સહિતના કુલ 4 રુટ, તા.29 ના રોજ દાહોદ, અમદાવાદ, સુરત, કૃષ્ણનગર, મહુવા વગેરે મળી કુલ 8 રુટ બંધ કરી દેવામાં આવ્યા હતા. વધુમાં ઉપરોક્ત અનેક રૂટમાં મુસાફરો દ્વારા એડવાન્સ બુકિંગ પણ લઈ લેવામાં આવેલો હતો તેઓને પણ હેરાનગતિ ભોગવવાનો વારો આવતા આ મુસાફરો રોષે ભરાયા હતા.
તંત્ર દ્વારા પોતાની સારી કામગીરી દેખાડવા માટે અણ-ધણ રીતે એક્સપ્રેસ રુટ બંધ કરી દેવામાં આવતા અનેક મુસાફરો હેરાન થવાનો વારો આવ્યો હતો. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના કાર્યક્રમમાં ઘોર બેદરકારી દાખલ કરી છે 10 બસો જેટલી રીપેરીંગ કરવા ધૂળ ખાય છે બગસરા માં મિકેનિક ની બેદરકારી કારણે 8 થી 10 બસો રીપેરીંગ કરવા વાગે ધૂળ ખાય છે.