મુસાફરની મુશ્કેલીઓ ઘટાડવા અને ફલાઈટની સર્વિસ કવોલીટી સુધારવાનો પ્રયત્ન કરાશે
ફલાઈટો રદ થવા કે મોડી પડવાથી મુસાફરોએ મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. જેને પગલે મુસાફરોની રાહતો અને એરલાઈન્સ સુવિધા ઝડપી બનાવવા એવિએશન મિનિસ્ટરે જાહેર કર્યું છે કે જો ફલાઈટો રદ થાય કે મોડી પહોચે તો યાત્રી દીઠ એરલાઈન્સે રૂ.૨૦ હજાર ચૂકવવા પડશે ટુંક સમયમાં જ નિયમ નિર્ધારણ અને સુધારાબાદ ઓનલાઈન તેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.
જોકે આ મામલે એરલાઈન્સ કંપનીઓએ વિરોધ કર્યો છે. વૈશ્ર્વિક સ્તરે ભારતીય ડોમેસ્ટીક ફલાઈટોનું પ્રમાણ ઓછું છે જો તેઓ કોઈ પણ દબાણ ઉભુ કરશે તો ફલાઈટોના ભાવ વધારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો ફલાઈટો વધુ મોડી થાયતો ખાત્રીને હોટેલ એકોમોડેશન પણ એરલાઈન્સ દ્વારા આપવામા આવશે તેમજ એરલાઈન્સ કંપનીઓ દ્વારા થતા ઓવરબુકીંગ પર પણ એવિએશન વિભાગે લાલઆંખ કરી છે. હાલના નિયમો પ્રમાણે જો ફલાઈટ બે કલાકથી વધુ મોડી પહોચે છે તે યાત્રીને મફતમાં ભોજન અને રિફેશમેન્ટ આપવામાં આવે છે.અને જો ૨૪ કલાકથી વધું વિલંબ થાય તો હોટલની સુવિધા પણ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમ્યાન પેસેન્જરનું મૃત્યુ થાય તો એરલાઈન્સ દ્વારા રૂ.૧ કરોડનું વળતર આપવામાં આવે છે. જોકે કુદરતી રીતે મૃત્યુ પામેલાને કોઈ પ્રકારનું રીફંડ આપવામાં આવતું નથી. માટે ફલાઈટમાં જતા મુસાફરોની તકલીફો હવે દૂર થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,