કોરોના મહામારીથી વિશ્વ બજાર પર આર્થિક મંદીના વાદળો છવાયા છે તો ઘણાંખરાં ક્ષેત્રોને ફટકો પણ પડ્યો છે. પરંતુ આમાંથી ઓટોમોબાઈલ ક્ષેત્ર બાકાત રહ્યું છે. કોરોનાકાળ છતા સપ્ટેમ્બર માસ દરમિયાન પેસેન્જર વાહનોના વેચાણમાં ૨૬ ટકાનો વધારો નોંધાયો છે.

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ (સિયામ)એ સપ્ટેમ્બરમાં વાહનોના વેચાણ અગે અહેવાલ જાહેર કર્યા છે, જે મુજબ સપ્ટેમ્બરમાં પેસેન્જર વાહનોનું વેચાણ 26.45 ટકા વધીને 2,72,027 એકમ થયું છે. જયારે ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં 2,15,124 વાહનોનું વેચાણ થયું હતું.

એસઆઈએએમ અહેવાલો અનુસાર, ટુ-વ્હીલરનું વેચાણ પણ 11.64 ટકા વધીને 18,49,546 યુનિટ થયું છે, જે ગયા વર્ષના આ જ મહિનામાં 16,56,658 યુનિટ હતું.

વર્ષ 2019 માં 10,43,621 યુનિટની તુલનામાં મોટરસાયકલનું વેચાણ 17.3 ટકા વધીને 12,24,117 એકમ થયું છે. ગત વર્ષે 5,55,754 યુનિટની સરખામણીએ સ્કૂટર્સના વેચાણમાં પણ 5,56,205 યુનિટનો વધારો થયો છે.

જુલાઈથી સપ્ટેમ્બર 2020 ના ત્રિમાસિક ગાળામાં, પેસેન્જર વાહનોનું વેચાણ ગત વર્ષના 6,20,620 એકમોની સરખામણીએ 17.02 ટકા વધીને 7,26,232 એકમ થયું છે. નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ટુ-વ્હીલર્સનું વેચાણ 46,90,565 યુનિટ્સ હતું, જે ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં 46,82,571 એકમ હતું.

જો કે, જુલાઈ-સપ્ટેમ્બર 2019 માં 1,67,173 એકમોની તુલનામાં, આ વર્ષે કોમર્શિયલ વાહનોનું વેચાણ 1,33,524 એકમ રહ્યું, જે 20.13 ટકાના ઘટાડા સાથે છે. બીજા ક્વાર્ટર દરમિયાન વાહનનું વેચાણ નજીવું ઘટીને 55,96,223 એકમ પર પહોંચી ગયું છે જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં 56,51,459 એકમ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.