સવારે ૮ વાગ્યાથી બપોર સુધી પવન અને દરીયા ભરતી કરંટને કારણે બંધ
ઓખા બેટ યાત્રાધામ વચ્ચે કુલ ૧૮૦ જેટલી પેસેન્જર બોટો કાર્યરત છે. આજરોજ વહેલી સવારે મોસમે મીજાજ બદલતા ભારે પવન ફુંકાતા અને દરીયામાં ભરતીનો કરંટ જોવા મળતા ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ઓખાનાઅધિકારીઓ દ્વારા મુસાફરોની સલામતી માટે સવારે આઠ વાગ્યાથી બોટો બંધ કરી દેવામાં આવીહતી ત્યારે બેટમાં રહેલા યાત્રાળુઓ બોટમાં જ રોકી દેવામાં આવ્યા હતા.
પવન ઓછો પડશે અને દરીયામાં ભરતીનો કરંટ ઓછો થશે ત્યારે ફરી બોટો ચાલુ કરવામાં આવશે. વહેલી સવારે મંગલા આરતીમાં ગયેલ યાત્રાળુઓ બપોર સુધી બેટમાંજ રહેવુ પડેલ અને ઓખાથી બેટ જતા મુસાફરોને રોકી દેવામાં આવ્યા હતા અને બોટ માલિકોને ભારે પવન અને ભરતીના ટાઈમે બોટો ન ચલાવવા કડક સુચનો કર્યા હતા અને બોટને પણ કાંઠે રાખવામાં તકલીફ પડી રહી હતી. પાણીમાં કરન્ટને કારણે બોટોને પણ કાંઠાથી દુર લંગારવામાં આવી હતી. અત્યારે છેલ્લા સમાચાર મળ્યા ત્યારેબપોરે ૧૨ વાગ્યાથી બોટો ચાલુ કરવામાં આવેલ છે. શિયાળાની ઋતુ અને ધનુરમાસ નિમિતે વાતાવરણમાં પવન અને દરિયામાં ભરતી સમયે બોટો બંધ રાખવા ખાસ સુચનો પણકરવામાં આવેલ છે અને વૃદ્ધો અને વડીલોએ બોટમાં ચડવા ઉતરવામાં પણ ખાસ ધ્યાન રાખવા બોટખલાસીઓને અનુરોધ કરવામાં આવેલ છે.