સામાન્ય રીતે જનતાને પોલીસનું નામ આવે એટલે પોલીસની કઠોરતા તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ સામે અનેકવિધ આક્ષેપો મનમાં આવતા હોય છે. પરંતુ પોલીસના કઠોર હૃદય પાછળ એક કોમળ લાગણીશીલ વ્યકિતત્વ પણ છુપાયેલું હોય છે. રાજકોટ શહેરમાં અનેક પોલીસ અધિકારીઓ પોતાના મેળાવશાળી વ્યકિતત્વના કારણે જનતાનો અપારપ્રેમ જીત્યા છે. આવાજ એક અધિકારી એટલે ટ્રાફીક એસીપી ભરતસિંહ ચાવડા આજરોજ વયમર્યાદાના કારણે નિવૃત થયા છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં આજે તેમનો યાદગાર છેલ્લો દિવસ છે.
શોલેના ‘સિકકા’ની જેમ જીંદગીનો અલગ રાહ કંડારાયો
ઘણા પડકારો અને કઠણાઈ વચ્ચે સેવાનો સંતોષ પોલીસની નોકરીથી મળ્યો
સેલ્સટેક્ષ અને પીએસઆઈની પરીક્ષામાં એક સાથે પાસ થયેલા ભરતસિંહ ચાવડાને સિકકાના નસીબે પોલીસ ખાતામાં મોકલ્યા
રાજકોટની જનતાનો અપાર પ્રેમ મળ્યો, સી.પી.મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પેપરલેશ વર્ક કરી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ટેકનોલોજીથી સજજ બન્યો
એ.સી.પી. ભરતસિંહ ચાવડાનો જન્મ 27,જૂન 1963માં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગાણોલ ગામે થયો હતો. પરિવારજનોમાં તેમના 94 વર્ષના માતા હયાત છે. અને આજના દિવસે પણ સમગ્ર પરિવારનું તેઓ ધ્યાન રાખી રહ્યા છે.યુવાની સમયમાં ધો.11થી ભણવાનું મહત્વ તેમને સમજાયું બીકોમમાં 57% એ પાસ કરી અમદાવાદ જિલ્લા પંચાયતની કલેરીકલની પરીક્ષા આપી તેઓ પાસ થયા.અમદાવાદ જિલ્લા પંચાયતમાં નોકરી મળી એટલે ઓફીસર બનવાની ઈચ્છા થઈ અને તૈયારીઓ કરતા કરતા ખેડા તલાટી તરીકે પસંદગી થઈ તેમજ ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ગ્રામ સેવક તરીકે પણ સેવા આપી સેલ્સટેક્ષ ઓફીસર તેમજ પીએસઆઈની પરીક્ષા એક સાથે આપી બંને પરીક્ષા પાસ કરી શોલે ફિલ્મની જેમ તકદીરનો સિકકો ઉછાળ્યો બાદ પોલીસ ડિપાર્ટમેન્ટ માં નોકરી શરૂરી આજરોજ નિવૃત્તિના દિવસે ‘અબતક’ મીડીયા સમક્ષ એસીપી ભરતસિંહ ચાવડાએ પોતાની કારકીર્દીના સ્મરણો વાગોળ્યા હતા.
સિકકો ઉછાળી કારકીર્દીનો નિર્ણય કર્યો, ટોસ પોલિસ ડિપાર્ટમેન્ટ તરફ પડયો
રાજકોટ ટ્રાફીક બ્રાંચના એસીપી ભરતસિંહ અભયસિંહ ચાવડાએ પોતાના સ્મરણો વાગોળતા જણાવ્યું હતુ કે વર્ષ 1984માં કલાસ-1ના એન્ટ્રન્સની પરીક્ષામાં તેઓ પાસ થયા હતા પરંતુ વાઈવા ચૂકી ગયા હતા બાદમાં વર્ષ 1988માં ફરીવાર પરીક્ષા આપી ત્યારે બીમાર પડયા હતા આ દરમ્યાન સેલ્સટેકસ ઓફીસર અને પીએસઆઈની પરીક્ષા આપી બંને પરીક્ષાઓ પાસ કરી સેલ્સટેક્ષમાં ત્રીજા તેમજ પોલીસમાં છઠ્ઠા નંબરે ઉતિર્ણ થયા હતા.
કયા ડિપાર્ટમેન્ટમાં જવું તે પ્રશ્ર્ને મુંજવણ હતી. બાદમાં કાકા પી.આઈ. હતા તેમની પાસે જઈ તેમને પૂછતા પોલીસ ડિપાર્ટમેન્ટનું સજેશન આપેલું પરંતુ મનમાં ઘણી મુંઝવણ હતી. જેને કારણે અંતે સિકકો ઉછાળ્યો જેમાં ‘કીંગ’ આવે તો પોલીસ ડિપાર્ટમેન્ટ અને ‘ક્રોસ’ આવે તો સેલ્સટેક્ષ ઓફીસર તરીકે જવાનું નકકી કર્યું ટોસ ઉછળ્યો અને જીંદગીની રાહ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફ ઢળી ભરતસિંહ ચાવડાને લાગ્યું કે પોલીસની સમાજને વધુ જરૂર છે. અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં રહી લોકોને વધુમાં વધુ સેવા કરવાનો નિર્ણય પણ કર્યો.
એસીપી ચાવડાની રાજકોટમાં કામગીરી
- છેલ્લા એક વર્ષથી કોરોના અવરનેશ માટે સ્કુલ તેમજ કોલેજોમાં વીઝીટ કરી ઓનલાઈન સેમીનાર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.
- રોડ રસ્તા ખૂલ્લા કરવા વેપારીઓ તેમજ પ્રતિષ્ઠીત નાગરીકોના અભિપ્રાય લીધા અને તેના અમલીકરણ માટે મહેરબાન સીપી સાહેબ સાથે વિચાર વિમર્શ કરી તેનું નિવારણ કર્યું.
- જયાં લોકોનો ધસારો હોય ત્યાં એનફોર્સમેન્ટ વધાર્યું બ્લેક સ્પોર્ટ પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું.
- હીટ એન્ડરન રોકવા રાજકોટ શહેરના 12 રાજમાર્ગો પરથી લારી ગલ્લા દૂર કર્યા.
- સીપી મનોજ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક બ્રાંચને પેપરલેશ બ્રાંચ તેમજ ટેકનોલોજીથી સજજ બ્રાંચ બનાવી.
રાજકોટવાસીઓ પોલીસ તેમજ કોર્પોરેશનના ટ્રાફિક અવેરનેસ પ્રોજેકટમાં સાથ આપે તે અત્યંત જરૂરી
રાજકોટ શહેરના ટ્રાફીક એસીપી ભરતસિંહ ચાવડા આજરોજ નિવૃત્ત થયા છે. ત્યારે ‘અબતક મીડીયા’ સમક્ષ પોતાના વિચારો રજૂ કરતા તેમણે જણાવ્યું હતુ કે ટ્રાફીક એસીપી તરીકે રાજકોટ શહેરમાં મારો અનુભવ ખુબજ સારો રહ્યો દરરોજ સીપી સાહેબનું સુધી જ ઓબ્ઝર્વેશન રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં ટેકનોલોજી ક્ષેત્રે જાણકાર અધિકારીઓમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રીનું નામ મોખરે છે. ત્યારે રાજકોટ ટ્રાફીક બ્રાંચને પેપરલેશ વર્ક ટેકનોલોજી મારફત તેમણે કરાવ્યું એ મારા માટે એ એક યાદગાર ક્ષણ હું કહીશ. રાજકોટની જનતાની જીવનશૈલી મને ખૂબજ ગમી છે. આનંદીત જીવન લોકો જીવી રહ્યા છે. રાજકોટ શહેરની જનતાની વસ્તી કરતા વાહનોની સંખ્યાવધુ છે. રોડ સાંકળા છે. અને વેપારીઓ પોતાનો માલસામાન ડીસપ્લે માટે રોડ પર રાખે છે. જેને કારણે રોડ પર ચાલનાર રાહદારીઓને ટ્રાફીકનો સામનો કરવો પડે છે. છેલ્લા ત્રણ વષમાં ફેટલની સંખ્યા સૌથી ઘટી છે. અકસ્માત ઓછા થયા છે. લોકો અણગમા સાથે જાગૃત પણ બન્યા છે. રાજકોટ શહેરમાં મારી એવી ઈચ્છા છે કે, ગાડીનું આયુષ્ય પૂરૂ થાય ત્યારે તેને ફીટનેશ સર્ટી ન જ મળવું જોઈએ તેમજ રોડ સેફટીનું લોકોના વાહનોની નંબર પ્લેટ સાથે સીધુ જ એકાઉન્ટ લીંકપ હોવુંજોઈએ જેથી વાહન ચાલક કોઈ નિયમનો ભંગ કરે તો તે બદલ તેને સીધા જ તેનાએકાઉન્ટમાંથી દંડ પેટે પૈસા કપાઈ.
પોલીસ ડિપાર્ટમેન્ટની સફર પર એક નજર…
- 1994માં પીએસઆઈ ટ્રેનીંગ પૂર્ણ કર્યા બાદ 4 વર્ષ ગાંધીધામ, રાપર, લખપતમાં ફરજ બજાવી
- અમદાવાદ શહેરમાં વષ 1998થી 2002 દરમ્યાન ગાયકવાડ હથસલી પો.સ્ટે. ખાતે ફરજ બજાવી.
- વર્ષ 2002થી 2003 માર્ચ સુધી ખેરાલુ-મહેસાણા પો.સ્ટે ખાતે ફરજ બજાવી
- માર્ચ 2003થી ઓકટોબર 2008 સુધી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે ફરજ બજાવી.
- વર્ષ 2008 નવેમ્બરથી પીઆઈ એન્ટી કરપ્શન બ્યુરો અમદાવાદમાં 3 વર્ષ બાદમાં દાહોદમાં 1 વર્ષ ફરજ બજાવી.
- નવેમ્બર 2012થી ઓગષ્ટ 2015 સુધી ગાંધીનગર એસઓજી અને સેકટર-21 પીઆઈ તરીકે ફરજ બજાવી.
- સેકટર 21થી એસીપી પ્રમોશન મેળવી બનાસકાંઠા બદલી.
- બનાસકાંઠા 13 માર્ચ 2019 સુધી હેડકવાટર ડીવાયએસપી તરીકે ફરજ બજાવી.
- વર્ષ 2019 થી 30 જૂન 2021 સાંજે00 વાગ્યા સુધી ટ્રાફીક એસીપી તરીકે સેવા આપી નિવૃત થયા.