કયો ખોરાખ ખાવો કે, કયો ખોરાક ન ખાવો તેવો લોકોને બંધારણીય અધિકાર હોવાનું અલ્હાબાદ હાઈકોર્ટનું કહેવું છે. રાજય સરકાર લોકોના ખોરાકને લઈ હસ્તક્ષેપ કરી શકે નહીં તેવો ચુકાદો કોર્ટે આપ્યો છે.
તાજેતરમાં ઉત્તરપ્રદેશ સરકારે ગેરકાયદે ધમધમતા કત્તલખાના અને માંસની દુકાનોને બંધ કરવાનો નિર્ણય લીધો હતો જેનાી ખેરી વિસ્તારમાં માંસની દુકાન ધરાવનાર વ્યક્તિને લાયસન્સ રીન્યુ કરવામાં તકલીફ ઈ હોવાી તેણે અલ્હાબાદ હાઈકોર્ટમાં ઘા નાખી હતી. પરિણામે જસ્ટીસ એ.પી.શાહી અને જસ્ટીસ સંજય હરકોહલીની ખંડપીઠે આ મામલો હામાં લીધો હતો.
માંસાહારની પસંદગી એ લોકોનો બંધારણીય અધિકાર હોવાનું અલ્હાબાદ હાઈકોર્ટનું કહેવું છે. લોકોને આરોગ્યપ્રદ ન હોય તેવું ખોરાક બજારમાં વેંચાતો સરકાર અટકાવી
શકે પરંતુ શું ખાવું અને શું ન ખાવું તે સરકાર નક્કી કરી શકે નહીં. હાઈકોર્ટે આ કેસમાં ગત વર્ષે મહારાષ્ટ્રમાં બીફ બેન વખતે બોમ્બે હાઈકોર્ટે આપેલા ચુકાદાને તાકયો હતો.
આ ચુકાદામાં ખંડપીઠે કહ્યું હતું કે, ખોરાકની પસંદગી નાગરિકોને કરવા દેવી જોઈએ. જો ખોરાક આરોગ્યને નુકશાન કરતો ન હોય તો તેમને છુટ આપવી જોઈએ.
રાજય સરકાર કોઈના ઘરમાં ઘુસી શું ખાવું અને શું ન ખાવું તે નક્કી કરી શકે નહીં તેવું કહેવું ખંડપીઠનું હતું.