ભાજપ પાટીદારોને લાભ થાય તેવું આયોગ આપે પછી મંત્રણા: હાર્દિક પટેલ
પાટિદાર અનામતને ટેકો ન આપનાર ભાજપને હરાવવાનું લક્ષ્ય હોવાની સ્પષ્ટતા પાસના ક્ધવીનર હાર્દિક પટેલે કરી છે. આ લક્ષ્યને પાર પાડવા વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને ટેકો આપવાનો વિચાર પણ તેઓએ વ્યકત કર્યો છે. હાર્દિક પટેલે સરકારને જેમ બને તેમ પોતાનું સ્ટેનું જાહેર કરવાની તાકીદ કરી છે. આંદોલન ચાલુ હોવાનું અને આવતા દિવસોમાં વધુ તેજ બનશે તેવું પણ હાર્દીકે ઉમર્યુ છે.પાટીદાર અનામત આંદોલન સમિતિના ક્ધવીનર હાર્દિક પટેલે આક્રોશ સો જણાવ્યું છે કે, સરકાર એકતરફ પાટીદાર સમાજને અનામત આપવાની મુખ્ય માગણી પૂર્ણ કરી રહી ની અને બીજી તરફ રાજકીય ચાલના ભાગરૂપે મંત્રણા માટે મન ખુલ્લું હોવાનું કહે છે. જો સરકારને પાસ સો મંત્રણા કરવી હોય તો પાટીદાર સમાજને લાભ ાય તેવું પાટીદાર કે સવર્ણ આયોગ જે રચવું હોય તે રચે તે પછી જ અમે મળવા માટે તૈયાર છીએ. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ૧૫૦ બેઠકોનો દાવો કરે છે પણ તેમના દિલ્હીના નેતાઓને ૮૦ બેઠકો ન ઇ જાય તેવો ડર છે તેી વારંવાર ગુજરાતના પ્રવાસ કરવા પડતા હોવાનો કટાક્ષ પણ કર્યો હતો. ચૂંટણીમાં ભાજપનો સામનો ફક્ત કોંગ્રેસ કે આપ સામે નહીં પરંતુ પાટીદારો, બેરોજગાર યુવાનો, નારાજ ખેડૂત અને મહિલા વર્ગ સામે પણ વાનો છે.
છેલ્લા કેટલાક સમયી શહેરી વિસ્તારોમાં પાટીદાર આંદોલન શાંત પડી ગયું છે ત્યારે હાર્દિક પટેલે જણાવ્યું છે કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એક વખત પાસના નેતાઓ ઇચ્છે ત્યારે મળી શકે છે તેમ કહે છે તે સારી વાત છે પરંતુ તેની સામે અમારી માગણી એ છે કે સરકાર ખરેખર પાટીદારોને કંઇ આપવા માગે છે કે નહીં તે પણ નક્કી કરી લે. સરકાર કોઇના ઇશારે આવી વાત કરીને સમય પસાર કરી રહી ની ને તેવી ભીતિ અમને છે તેી સરકાર કોઇપણ નામે પાટીદારોને ફાયદો ાય તેવા આયોગની જાહેરાત કરે તો અમે મળવા તૈયાર છીએ. ચાર મહિના પહેલા અનામત, આંદોલનમાં મૃત્યુ પામ્યા છે તેમના પરિવારના વારસદારને નોકરી અને વળતર તા પોલીસ દમન કરનારા સામે પગલા જેવી માગણીઓ મૂકવામાં આવી છે તેનું નિરાકરણ કરવું જરૂરી છે. આયોગમાં સમૂહલગ્ન, નોકરી વિગેરેમાં કેવી રીતે સમાજને મદદ કરી શકો તે મુદ્દા પણ છેલ્લી મીટીંગમાં આપ્યા હતા પણ તેમાં કશું યું ની. અનામત આપવાના મુદ્દે ભાજપ સરકાર ખરેખર શું આપશે તે સ્પષ્ટ કરવાની પણ જરૂર છે.