પર્યુષણ મહાપર્વના છઠ્ઠા દિને ઉપાશ્રયોમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મનું પ્રવચન
ભગવાન મહાવીર સ્વામીની વિશેષ પૂજા, અર્ચના અને આંગી
રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ભકિતભાવથી ઉજવાઈ રહ્યું છે ત્યારે હવે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પૂર્ણતાના આરે છે. ગુરુવારના રોજ સવંત્સરી ઉજવાશે. પર્યુષણ મહાપર્વના પાંચ દિવસ પૂર્ણ થઈ ગયા છે ત્યારે આજે છઠ્ઠા દિવસે પણ દરેક જૈન ધર્મ સ્થાનકોમાં તિર્થકર પ્રભુ મહાવીર સ્વામીના જન્મનું પ્રવર્ચન કરવામાં આવી રહ્યું છે સાથોસાથ ભગવાન મહાવીર સ્વામીની વિશેષ પૂજા-અર્ચના અને આંગી કરવામાં આવી રહી છે.
ભગવાન મહાવીર સ્વામીની વિશેષ આંગી કરવામાં આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડી દર્શનનો લાભ મેળવી રહ્યા છે ત્યારે આજે છઠ્ઠા દિવસે પર્યુષણ મહાપર્વના દરેક ઉપાશ્રયોમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મનું વાંચન કરવામાં આવી રહ્યું છે.
ભગવાન મહાવીરના જન્મ પછીનો જીવન પ્રવાહ પર્યુષણના છઠ્ઠા દિવસના પ્રવચનમાં ખળખળ નાદે વહી જાય સાંજે મૃત્યુના મહાસાગર સુધી લંબાઈને વિલીન બની જાય છે. ભગવાન મહાવીર સ્વામીના શૈશવ-સંભારણ ! યશોદા સાથે અનિચ્છાભર્યું પ્રાણિ ગ્રહણ ! માતા-પિતાની જીવન-જયોતનો છેલ્લા ઝબકાર ! પછી વડીલબંધુની આગળ ધર્ધમાને પામેલી સર્વત્યાગના પંથની અનુક્ષા ! અને નંદિ વર્ધનને આવેલી મર્ચ્છાને એમણે કરેલું દિલદ્રાવક દન ! છેવટે બે વર્ષની મુદત પછી નંદિવર્ધન આપેલી અનુક્ષા ! આજે પર્યુષણ મહાપર્વના છઠ્ઠા દિવસે જૈન ધર્મ સ્થાનકોને વિશિષ્ટ શૃંગાર તેમજ મહાવીર સ્વામીના જીવનના પ્રેરક પ્રસંગોનું પ્રવચન કરવામાં આવ્યું હતું.
આગામી ગુરુવારના રોજ પર્યુષણના સવંત્સરીની વિશેષ આંગી કરવામાં આવશે. બધા જ જૈન સ્થાનકોમાં સવંત્સરી પ્રતિક્રમણ કરી સૌ એકબીજાને ક્ષમ્મપન, આલોયણા, માફી પછી મિચ્છામી દુકકડમ કરી હૃદયને હળવું કરશે. ભવિષ્યમાં કોઈ જીવોને દુખ ન થાય તેવો સંકલ્પ કરશે.
અવગુણ શોધનારને અશાંતિ અને સદ્ગુણ જોનારને શાંતિ મળે છે: ધીરજ મૂની મ.સા.
પર્યુષણ પર્વનો આજે છઠ્ઠો દિવસ
પર્યુષણ પર્વ જગતના જીવોને પૈગામ આપે છે કે માનવ જીવનમાં સત્યનો સ્વીકાર કરતા શીખો સત્ય સ્યુગર કોટેડ હોતુ નથી. સત્ય હંમેશા સત્ય જ રહે છે. જો કે દંભનો દશ કો હોય, પણ સત્યની શતાબ્દીઓ હોય છે. જીવનમાં સત્યનું આચરણ અતિ જરૂરી છે.
પાપીનો નહિ પાપનો ધિકકાર કરવાનો છે. કોઈ પણ વ્યકિતની ભૂલ થાય તો વ્યકિતનો તિરસ્કાર કરશો નહિ. માણસ માત્ર ભૂલને પાત્ર તેમ સમજીને પડી જાય તેને બેઠો કરવામાં નિમિત્ત બનજો.
સદગુણોનો આવકાર કરતા રહો. અવગુણને જોવાને બદલે સદ્ગુણ જોતા શીખી જવું જરૂરી છે. અવગુણ શોધનારને અશાંતિઅને સદગુણ જોનારને શાંતિ મળશે. ડગલે ને પગલે આવતી સમસ્યાનું સાચું કારણ આપણી ખરાબ ગ્રહદશા નથી. પરંતુ ખોટી આગ્રહદશા છે.
પર્યુષણમાં કોઈ આઠ ઉપવાસ (અઢ્ઢાઈ) કર્યા પછી હોટેલમાં જોવા મળે તો વ્યકિત કહેતો ફરશે કે મેં તો હોટેલમાં જોયા. પરંતુ ત્યારે એમ વિચારો કે હોટેલમાં જનારાએ પણ અઢ્ઢાઈ તો કરી ને !!! સદ્ગુણની દ્રષ્ટિથી વિચારવું જરૂરી છે.
શુધ્ધ વ્યવહાર એ અતિ અતિ આવશ્યક છે. આજના કાળે માનવીનું ધાર્યું પરિણામ ન આવે તો બીજા સાથે અશુધ્ધ વ્યવહાર કરવા લાગે છે. પરંતુ આવા સમયમાં જયાં જીવો છો તેની ચિંતા કરવાને બદલે જયાં જવાના છો તેની ચિંતા કરો.
‘કીસીમે કમી હૈ તો અપને કો હાની નહીં, અપને મેં કમી હૈ તો અપને કો હાની હૈ. દૂસરો કી ચિંતા સે બચો ઔર અપને કો દેખો.’
તમે કયાં બેઠા છો તે મહત્ત્વનું નથી અગત્યનું એ છે કે તમારામાં કોણ બેઠું છે. સમાજ સુધારક બનતા પહેલા સ્વભાવ સુધારક બનવું જરૂરી છે.
ઘણા લોકો જયાં જાય ત્યાં આનંદ, આનંદ અને ઘણા જયાંથી જાય ત્યાં આનંદ હવે વિચારી લેજો કેવું જીવન જીવવું છે.
શુધ્ધ વ્યવહારથી આગળ વધીને શુધ્ધાત્મા સ્વરૂપ સુધી પહોચી જવાશે તો પર્યુષણ સફળ બન્યા વિન રહેશે નહિ. તેમ પૂ. ધીરજમૂનિ મ.સા.એ જણાવ્યું હતુ