વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ માં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા સંદીપભાઈ પટેલે  સ્વૈચ્છિક રાજીનામું આપ્યું અનેક સાથોસાથ જમા થયેલી ગ્રેજ્યુટીની રકમ પરત મળવા જણાવતા પારુલ યુનિવર્સિટી તરફથી આ રકમ નહીં ચૂકવાતા સંદીપ પટેલ મદદનીશ શ્રમ આયુક્ત અને ગ્રેજ્યુટી કંટ્રોલ ઓથોરીટી સમક્ષ તેમના એડવોકેટ સનતભાઇ મહેતા મારફત દાદ માંગી હતી.

જેમાં મદદનીશ શ્રમ આયુક્ત અને ગ્રેજ્યુટી કંટ્રોલ ઓથોરીટી એ અરજી મંજૂર કરી ગ્રેજ્યુઇટીની જમા રકમ રૂપિયા ૧.૨૯, ૧૦ ટકાના વ્યાજ સાથે સંદીપભાઈ પટેલને ચૂકવવા હુકમ કર્યો હતો.

બાદ હુકમનું પાલન પારુલ યુનિવર્સિટી તરફથી નહીં કરાતા ગ્રેજ્યુટી કંટ્રોલ ઓથોરીટી કલેકટર વડોદરાને આ રકમ વસૂલાતમાં લેવા અને હુકમનો અમલ કરવા જણાવેલું જેના અનુસંધાને કલેકટર વડોદરા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વડોદરાને હુકમની અમલવારી કરવા જણાવ્યું છે.

અરજદાર સંદીપભાઈ પટેલ તરફથી સિનિયર એડવોકેટ સનતભાઇ મહેતા દેવયાની બેન મહેતા અને નરેન્દ્ર પરમાર રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.