૨૦૧૭ને વિદાય આપી નવા વર્ષને વધાવવા યુવાઓમાં અનેરો થનગનાટ: કાલે રાત પડશેને દિવસ જેવો માહોલ સર્જાશે: યુવા ધન ડીજેના તાલે ઝુમશે
આવતીકાલે થર્ટી ફર્સ્ટ છે. ૨૦૧૭ને વિદાય આપી નવા વર્ષને વધાવવા યુવાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાલે ૨૦૧૮ને વધાવવા શહેરમાં ઠેર ઠેર થર્ટીફર્સ્ટ પાર્ટીનું આયોજન કરાયું છે. જેમાં યુવાધન ડીજેનાં તાલે ઝુમીને જલસો કરશે.
થર્ટી ફર્સ્ટનાં રોજ રાત પડશે ત્યારે દિવસ જેવો માહોલ સર્જાશે નવા વર્ષને વધાવવા લોકો થર્ટી ફર્સ્ટની આતુરતા પૂર્વક શ‚ જોઈ રહ્યા હતા ત્યારે કાલે યુવાધનની આતુરતાનો અંત આવશે. ૨૦૧૮ને વધાવવા માટે ઘણી હોટેલો ઢાબા અને કલબમાં થર્ટી ફર્સ્ટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડીનર બાદ રાત્રે ૧૨ના ટકોરે આતશબાજી થશે. ઉપરાંત ડીજે પાર્ટી યોજાશે જેમાં યુવાધન મ્યુઝીકનાં તાલે ઝુમી ઉઠશે.
ભારતીયો કોઈપણ તહેવારને ઉજવવાનં ચૂકતા નથી પછી ભલે તે તહેવાર અન્ય ધર્મનો હોય. ખાસ કરીને જો વાત કરવામાં આવે રંગીલા રાજકોટની તો અહિંના લોકો ઉત્સવપ્રિય છે માત્ર ઉજવણીનું બહાનું જોતુ હોય છે. તેવા રાજકોટીયનોનો થર્ટીફર્સ્ટનો જલસો કંઈક અનેરો જ હોય છે.
દુનીયાભરમાં થર્ટીફર્સ્ટની ઉજવણી થશે. આપણાદેશમાં પણ થર્ટી ફર્સ્ટના ઉજવણીનાં અનેક આયોજનો થયા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દર વર્ષે થર્ટી ફર્સ્ટનો ક્રેઝ વધતો જ જાય છે. યુવાધનો નવા વર્ષને વધાવી રંગેચંગે ઉજવરી કરે છે.
થર્ટી ફર્સ્ટનાં ઉત્સાહમાં કોઈ અનઈચ્છનીય બનાવ ન બને તેનું પણ યુવાધને ધ્યાન રાખવું જોઈએ હાલ સૌરાષ્ટ્રમાં પોલીસ વિભાગ દ્વારા થર્ટી ફર્સ્ટનાં દિવસે થતી ગેરકાનુની પ્રવૃત્તિઓ અટકાવવા આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે.
યુવાધન શરાબ પીને થર્ટી ફર્સ્ટ ન ઉજવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટનાં દિવસે હોટેલો, ઢાબા, કલબ સહિતની જગ્યાએ યોજાતી પાર્ટીઓમાં ચેકીંગ હાથ ધરાશે. વધુમાં રોડ રસ્તા પણ પેટ્રોલીંગ હાથ ધરાશે જો કોઈ દા‚ના નશામાં હશે તો પોલીસ તેનો નશો પણ ઉતારશે. થર્ટી ફર્સ્ટ નીમીતે ગુજરાત રાજયમાં દા‚બંધીનાં કાયદાનો કડક રીતે અમલ થાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કાલે રાત્રે પોલીસ ઠેક ઠેકાણે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાયદાનું હનન કરી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરનારાઓને પાઠ ભણાવશે