સરદાર પટેલ સોશ્યલ ગૃ્રપ દ્વારા આયોજન: અગ્રણીઓ અબતકની શુભેચ્છા મુલાકાતેર
સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ રાજકોટ (વેસ્ટ) સમાજ ઉપયોગી પ્રવૃત્તિના ભાગરૂપે સોળમો લેઉઆ પટેલ યુવક-યુવતી વેવિશાળ પરિચય સમારંભનું આયોજન કરાયું છે.
છેલ્લા વર્ષોમાં આધુનિકરણ થવાથી કુટુંબના સભ્યોની વ્યસ્તતામાં દેખીતો વધારો થયો છે ત્યારે આ શૈક્ષણિક, વ્યાવસાયિક અને આર્થિક ક્ષેત્રે બદલાયેલી પરિસ્થિતિ સાથે બંધ બેસતા થવા યુવાનો અને યુવતીઓની પોતાની પસંદગીનું યોગ્ય પાત્ર પ્રાપ્ત થાય તે હેતુથી રાજકોટ મુકામે દર વર્ષે વેવિશાળ પરિચય માટેના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
પસંદગીના પાત્ર માટે અનેક સ્થળોએ શોધ પછી સમય, શક્તિ અને પૈસા ખર્ચવા છતાં ઘણીવાર નિરાશા સાંપડે છે. અનેકવિધ સંપર્કના અભાવે સર્જાતી મુશ્કેલીઓથી બચવાનો એક સરળ ઉપાય છે, ત્યારે યોગ્ય પાત્રની પસંદગી કરવામાં આ સમારંભ ખૂબજ અગત્યનું માધ્યમ બની રહેશે.
હેમુ ગઢવી હોલ ખાતે સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ-રાજકોટ (વેસ્ટ) તા.૧૩-૦૧-૨૦૧૯ રવિવારના રોજ સોળમો લેઉઆ પટેલ યુવક-યુવતી વેવિશાળ પરિચય સમારંભનું આયોજન હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવેલ છે. વેવિશાળ પરિચય સમારંભમાં ભાગ લેવા માટેના રજીસ્ટ્રેશન ફોર્મ સરદાર પટેલ ભવન, ન્યુ માયાણી નગર, રાજકોટ ફોન.૨૩૬૫૦૯૯, પટેલવાડી (વાણીયાવાડી), પટેલવાડી બેડીપરા, શ્રીજી ઈલેકટ્રોનીકસ, મીલપરા મેઈન રોડ, ધારેશ્ર્વર ડેરી ફાર્મ, કોટેચા ચોક, ખાતેથી વિનામુલ્યે મળશે.
સંસ્થા તરફથી ગોંડલ, જેતપુર, જૂનાગઢ, ધોરાજી, કેશોદ, જામનગર, ભાવનગર, અમરેલી, મોરબી, કાલાવડ, અમદાવાદ, સુરત વિગેરે સ્થળ પરથી પણ ફોર્મ પ્રાપ્ત થઈ શકશે. પસંદગી મેળાને બહોળો પ્રતિસાદ મળે તે હેતુથી ગ્રુપના અગ્રણીઓ હાર્દિકભાઈ અજુડીયા, મુકેશભાઈ વરસાણી, દિનેશભાઈ સાવલીયા, રવજીભાઈ રામોલીયા, રાજેષભાઈ વૈશ્ર્નવ, ધર્મેશભાઈ વાડોદરીયા, કેતનભાઈ સોરઠીયા, તુષારભાઈ નસીત, ચેતનભાઈ ‚પાપરા અને રાજુભાઈ ઝુંઝાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.