ગુજરાતી એટલે ફરવાના શોખીન હોય જ છે. કોરોનાની પહેલી અને બીજી લ્હેરને કારણે સૌથી વધારે અસર થઈ હોય તો એ ટુરિઝમ ક્ષેત્રને થઈ છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાનર કારણે લોકો ઘરમાં પુરાઈને બેસી રહ્યા હતાં. જેને કારણે ટુરિઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલ હોટેલ ઉદ્યોગ, ટેક્સી ડ્રાઈવરો અને એજન્ટોની દૈનિય હાલત થવા પામી હતી.હાલ કોરોના કેસોમાં ઘટાડો થયો છે. અને લોકો બહાર જવા લાગ્યા છે. ત્યારે ધીમે ધીમે હવે ટ્રાવેલ એજન્ટોને ફરવા જવા માટેની ઇન્કવાયરી આવવા લાગી છે.
હવે ધીમે ધીમે લોકો કોરોનાના ડર માંથી બહાર આવી રહ્યા છે. અને લાંબા સમાયથી ઘરમાં બેસી રહેલા લોકો પોતાના પરિવાર સાથે ફરવા જઇ રહ્યા છે.કોરોનાને કારણે ઘરમાં પુરાઈ રહેલા લોકો પોતાના પરિવાર સાથે ફરવા જઇ રહ્યા છે. લોકો હાલ સૌરાષ્ટ્ર અને ગુજરાતની આજુબાજુના વિસ્તારમાં ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે. ફરવાના શોખીનો સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ, શાશણ ફરવા માટે જવાનું પસંદ કરી રહ્યા છે.કોરોનાં મહામારીને કારણે છેલ્લા 2 વર્ષથી ટુરિઝમ ક્ષેત્રને માઠી અસર પહોંચી છે. ટુરિઝમ એજન્ટોને લાઈટબિલ, ટેક્સ અને તેમના સ્ટાફને પગાર ચૂકવવાના ફાફા પડી રહ્યા હતા.
પરંતુ કોરોના કેસોમાં ઘટાડો થતા હવે લોકો ફરવા બહાર નીકળી રહ્યા છે. હાલ શાશણ ગીરમાં લોકો ફરવા જઇ રહ્યા છે. ટ્રાવેલ કંપનીઓ પણ પોતાના કસ્ટમરની પૂરતી કાળજી લઈ રહી છે. તેમના ગ્રાહકોને હાઈજિન વસ્તુઓ આપવાનો પ્રયાસ કરે છે. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીના લોકો તેમના ગ્રાહકો માટે વિવિધ પ્રકારની આકર્ષક સ્કીમો પણ આપી રહ્યા છે. કોરોના મહામરીને કારણે છેલ્લા 2વર્ષ જેટલા લાંબા સમયથી ટુરિઝમ ક્ષેત્રને માઠી અસર પહોંચી છે. હવે કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે ફરવા જઇ રહ્યા છે. જેને કારણે ટુરિઝમ ક્ષેત્રની ગાડી ધીમે ધીમે પાટે ચડી રહી છે.
નજીકના સ્થળોએ લોકોનો ફરવા જવાનો આગ્રહ વધ્યો: અભિનવ પટેલ (ફેસ્ટીવ હોલીડે)
ફેસ્ટિવ હોલીડેના અભિનવ પટેલે અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે.. ટુર બુકીંગ, હોટેલ, પાસપોર્ટ, કૃ સહિતનું બુકીંગ કરવામાં આવે છે. ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ડેસ્ટિનેશન બુકીંગ કરીએ છીએ. ટ્રાવેલિંગથી લઇ સ્ટે અને ફૂડ સહિતની સુવિધા અમે આપીએ છીએ. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચને સરકારે ડેવલોપ કર્યું છે. જેને કારણે અમને પણ ફાયદો થઈ રહ્યો છે. રાજકોટમાં દોઢ હજારથી વધારે ટુર ઓપરેટર છે. તો તે લોકોને પણ પ્રોપર્ટી ટેક્ષ, લાઈટબિલમાં રાહત આપવી જોઈએ. સાથેજ નાની મોટી લોન પર અપવી જોઈએ. ટુર્સની ઓફિસમાં કામ કરતા સ્ટાફને પણ હાલાકી થઈ છે. એ લોકોને પણ રાહત આપવી જોઈએ. ખાંસ તો કોરોનાની પહેલી અને બીજી લહેર વચ્ચે જાજો ફરક ન હતો એટેલ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને મોટી અસર થઈ હતી. પરંતુ હવે લોકો શિવરાજપુર બીચ, સાસણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છે.
જન્માષ્ટમી પર ફરવા જવાની તૈયારીઓ લોકો અત્યારથી કરવા લાગ્યા: ધર્મેશભાઈ
ટ્રાવેલ વ્યુના ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે.. આવનારો સમય ટુરિઝમ માટે ખૂબ સારો દેખાઈ રહ્યો છે. સરકારે ટુરિઝમ અને હોટેલ ઇન્ડસ્ટ્રીને રાહત આપી છે જેને કારણે ટુરિઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલ તમામ લોકોને ફાયદો થશે. હોટેલ સંચાલકો અમને ઓછા ભાવ આપે છે સામે અમે ગ્રહકોને પણ અમે ઓછા ભાવમાં પેકેજ આપતા હોઈએ છીએ. કેન્દ્ર સરકાર જો ટેક્સમા રાહત આપે તો વધુ રાહત મળી રહે રહેશે. અત્યારે લોકો શાશણ, કેવડિયાની પૂછ પરછ કરી રહ્યા છે. સાથેજ જન્માષ્ટમીને લઈ લોકો ગોવા સહિતની જગ્યાઓના પકેજે માટે ઇન્કવાયરી કરી રહ્યા છે. ગ્રાહકોને સારામાં સારી જગ્યા ફરવા અને રોકવા માટે મળે તેવા પ્રયાસો કરી રહ્યા છીએ.
ગ્રાહક જયાં ફરવા જાય છે તે જગ્યાની કોવિડ સ્થિતિને ધ્યાને રાખી ગ્રાહકને યોગ્ય પેકેજ આપીએ છીએ: દિલીપ મસરાણી
ફેવરિટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના દિલીપભાઈ મસરાણીએ જણાવ્યું હતું કે. કોરોના મહામરીને કારણે છેલ્લા 2 વર્ષથી ધંધો સંપૂર્ણ બંધ જેવી સ્થિતિમાં હતો. ત્યારે હવે કોરોનાની બીજી લહેર હવે જઈ ચૂકી છે. ત્યારે છેલ્લા થોડા દિવસોથી અમને ફરવા માટેની ઇન્કવાયરી આવી રહી છે. કોરોના કેસોમાં ઘટાડો આવતા લોકો પોતાની ફરવાની ઈચ્છા પૂરી કરવા લાગ્યા છે. લોકોને ફરવા જતી વખતે જેતે રાજ્યની કોરોના સ્થિતિ વિશે જાણીને ફરવા માટે જઈ રહ્યા છે. ખાસ તો લોકો હિમાચલપ્રદેશમાં લોકો વધારે ફરવા જઈ રહ્યા છે. અત્યારે મુખ્યત્વે ગુજરાતના નજીકના સ્થળો પર જવાનું સૌથી વધારે પસંદ કરે છે. ટુરિસ્ટ તરીકે હાલ ઇન્ટરનેશનલ બંધ છે. ભારતમાં લોકો ગોવા ફરવા જતા પરંતુ ત્યાં કોરોના કેસોમાં વધારો અવતા ત્યાં જવાનું ટાળી રહ્યા છે. આ મહિનો ચારધામ માટે હતો.
પરંતુ એ પણ અત્યારે બંધ છે.જે લોકો બુકીંગ કરવા આવે તો પહેલા અમેં ખાંસ એ ધ્યાન રાખીએ છીએ કે ડેસ્ટિનેશન પર કોવિડ સ્થિતિ કેવી છે. અને ત્યાં કોરોના ગાઈડલાઈનનું પાલન કઇ રીતે થઈ રહ્યું છે. ગોવા ગવર્મેન્ટએ હોટેલ્સનું લિસ્ટ પણ જાહેર કર્યું છેકે જયાં ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન થઇ રહ્યું છે. અત્યારે લોકો ધાર્મિક સ્થળો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને શાશણ ગીર જઈ રહ્યા છે. લોકોની હેલ્થ જોઈ એ પ્રમાણે પેકેજ આપીએ છીએ સાથેજ ટ્રાવેલીગમાં ગ્રાહકને સરળતા રહે તેનું પણ ખસ ધ્યાન રાખીએ છીએ. સરકાર કોવિડ કેસો ઘટતા ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે સતત મિટિંગ કરી રહી છે. અને અમને બાહેનધરી આપી છે કે ટુરિઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલ કોઈ વ્યક્તિ નારાજ નહીં થાય.
લોકો પોતાના પરિવાર સાથે ફરવા નીકળી રહ્યા છે જે અમારા માટે રાહતના સમાચાર: રજનીકાંત છેગાણી
અબતક સાથેની વાતચીત દરમિયાન કૈલાશ હોલીડેના રજનીકાંત ભાઈ છેગાણી એ જણાવ્યુ હતુ કેઅમે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક બંને ટુર્સ પ્લાન કરીએ છીએ સાથોસાથ ટીકીટ બુકિંગ ,પાસપોર્ટ વિઝા નું પણ કામ કરીએ છીએ. કોરોનાના કારણે ધંધાને ઘણી અસર થઈ હતી પરંતુ હવે એવું લાગે છે કે બધું બરાબર થશે. અને દરેક ક્ધટ્રીઇન્ડિયા માટે દરવાજા ખોલી રહ્યા છેઅમને ડોમેસ્ટિક માટે જેમાં કાશ્મીર ,લેહ લદાખ સિમલા મનાલી ઉદયપુર માટે ઇન્કવાયરી આવવા લાગી છે. અમને આશા છે કે પહેલાની જેમ અમારા ધંધાફરી થી શરૂ થઈ જશે. અમે કમ્પની ટુર, ફેમેલી ટુર,કોર્પોરેટ ટુર પ્લાન કરીએ છીએ. અમે ગ્રાહકને સારામાં સારી ફેસિલિટી આપવામા માનીએ છીએ.
વોટરફોલ પર યોગા અને મેડિટેશન અમારા કસ્ટમરોને આપીએ છીએ: રાજેશ સવનીયા
સેવન લાઈન રિસોર્ટના રાજેશ સવનીયાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે.. કોરોનાએ ટુરિઝમ ઇન્ડસ્ત્રીની કમર ભાંગી નાખી છે.વેકેશનના સમયમાં જ કોરોના આવતા સાસણમાં આવેલ તમામ રિસોર્ટ બંધ થઈ ગયા હતા. ઉપરથી સ્ટાફને પગાર અને મેન્ટેનન્સ ખર્ચ લાગતો હતો. કોરોનાની પહેલી અને બીજી લહેર વચ્ચે થોડો સમય મળ્યો હતો પરંતુ એમાં પણ જાજી ગ્રહકી મળી શકી ન હતી. કોરોનાને કારણે લોકોમાં હવે જાગૃતતા આવી છે લોકો હાઇજિન તરફ વળ્યા છે. કાઠિયાવાડી ફૂડ ખાતા થયા છે. રિસોર્ટમાં ઇન્ટરનલ એક્ટિવિટી કરાવવામાં આવે છે. વોટરફોલ પર લઈ જઈ ત્યાં યોગા અને સાઇટ સીન કરાવવામાં આવે છે.
ગ્રાહકો માટે કલબ પ્રભાવ અને પ્રભાવ એકેડેમી લઈને આવી રહ્યા છે પેકેજ : અમેશભાઈ દફતરી
પ્રભાવ હોલીડે ના અમેશભાઈ દફ્તરીએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે. કોરોના હોવે લાગભગ પૂરો થઈ ગયો છે. છેલ્લા 15 દિવસથી ગુજરતના તમામ ફેરવાના સ્થળોએ લોકો જઈ રહ્યા છે. વીકેન્ડમાં લોકોને હોટેલમાં બુકીંગ મળતું નથી. 1લી જુલાઈથી ભારતના ફરવાના તમામ સ્થળો ખુલી રહ્યા છે.
લોકો ફરવા માટેના નવા સ્થળો શોધી રહ્યા છે. સરકાર પણ સ્ટેટ પ્રમાણે ટુરિઝમને પ્રમોટ કરી રહ્યા છે. ખાસ તો લોકો વેકસીનેશન કરશે તો કોરોનાની ત્રીજી લહેર નહિ આવે. છેલ્લા 2 વર્ષથી ટુરિઝમ ઇન્ડસ્ટ્રી અને હોટેલ ઇન્ડસ્ટ્રીને ખૂબ અસર પહોંચી હતી. લોકોના સહકારથી આ ઇન્ડસ્ટ્રી ફરી બેઠું થશે.અમે એક કલબ પ્રભાવ લઈને આવી રહ્યા છીએ જેમાં 15 થી 20 લોકેશન પર આવેલી પ્રોપર્ટી સાથે ટાઈપ કરીને મેમ્બરશિપ લઈ રહ્યા છીએ. આવતા 5 વર્ષે દર વર્ષે 7 દિવસની ટ્રીપનું આયોજન થશે. તેમજ ટુરિઝમના ડિપ્લોમા કલસીસ પણ લઈને આવી રહ્યા છીએ જેમાં લોકોને હોટેલ મેનેજમેન્ટ અને ટુરિઝમ મેનેજમેન્ટના સર્ટીફાઇડ કોર્ષ કરાવી તેમને અમે નોકરી પણ અપશુ.