હાલ તહેવારની સિઝન નજીક આવી ચૂકી છે તેવામાં રાજકોટ રેલવે ડિવિઝનમાં રાજકોટથી હાપા સેક્શનમાં ચાલી રહેલા ઈલેક્ટ્રિફિકેશન તથા જામનગર-કાનાલુસ વચ્ચે એન્જિનિયરિંગ કામગીરીના કારણે આગામી તારીખ 31 ઓગસ્ટ સુધી રેલવે વ્યવહારને અસર થઇ છે.
ઈલેક્ટ્રિફિકેશનની કામગીરીને પગલે વિરમગામ-ઓખા સહિત બે ટ્રેનને આંશિક રીતે રદ કરવામાં આવી છે, જ્યારે રાજકોટ-પોરબંદર અને પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા સહિત ચાર ટ્રેનના રૂટ ડાઇવર્ટ કરવા પડ્યા છે. 31 ઓગસ્ટ સુધી આ રૂટની ટ્રેનો પરિવર્તિત માર્ગેથી દોડાવવામાં આવશે.
યાત્રિકોએ ટ્રેનોમાં કરાયેલા ફેરફારની નોંધ લઇ પોતાની યાત્રા કરવા રેલવે ડિવિઝન દ્વારા જણાવાયું છે. રાજકોટ-પોરબંદર લોકલ સહિત ચારના રૂટ ડાઈવર્ટ કરાયા છે.