૧૮ વર્ષ લાંબી ક્રિકેટ કરિયર બાદ વિકેટ કીપર-બેટ્સમેન પાર્થિવ પટેલે નિવૃત્તિની જાહેરાત કરી દીધી

ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. ૩૫ વર્ષના પાર્થિવ પટેલે પોતાના ૧૮ વર્ષના કરિયરમાં ભારત માટે ૨૫ ટેસ્ટ, ૩૮ વનડે ઈન્ટરનેશનલ અને બે ઝ૨૦ ઈન્ટરનેશનલ મેચ રમેલી છે. ઘરેલુ ક્રિકેટની વાત કરીએ તો તેમણે ગુજરાત માટે ૧૯૪ મેચ રમી છે. પાર્થિવ પટેલે પોતાને ૧૭ વર્ષની ઉંમરમાં રમવા માટે મળેલી તક અંગે પોતાના નિવૃત્તિના પત્રમાં આનંદ વ્યક્ત કર્યો છે.પાર્થિવ પટેલે ૨૦૦૨માં ભારતીય ટીમમાં ડેબ્યુ કર્યું હતું. પાર્થિવ પટેલ ભારતીય ટેસ્ટ રમનારા સૌથી યુવાન વિકેટકીપર હતા. તેમની ઉંમર ૧૭ વર્ષ અને ૧૫૩ દિવસની હતી. તેમનું કરિયર બરાબર ચાલી રહ્યું હતું પરંતુ ૨૦૦૪માં દિનેશ કાર્તિક અને મહેન્દ્રસિંહ ધોનીના આવ્યા બાદ પાર્થિવ પટેલ નિયમિત રીતે ટીમના સભ્ય તરીકે પસંદ નહોતા કરાતા.પાર્થિવ પટેલે પોતાની નિવૃત્તિ જાહેર કરતો એક પત્ર પણ ટ્વિટર પર શેર કર્યો છે. આ પત્રમાં પાર્થિવ પટેલ લખે છે કે, “આજે હું ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી મારી નિવૃત્તિ જાહેર કરું છું, મેં ૧૮ વર્ષ મારી ક્રિકેટની દુનિયાનો પ્રવાસ ખેડ્યો છે, હું ઘણા લોકોનો આભારી છું. ઇઈઈઈંએ એક ૧૭ વર્ષના છોકરાના છોકરા પર ભારતીય ટીમ માટે રમવા માટે વિશ્વાસ મૂક્યો હતો. જેમણે પણ મારી પ્રગતિમાં સાથ આપ્યો છે તે તમામનો હું આભારી છું.”

આ સાથે પાર્થિવ પટેલે પોતાના કરિયરમાં આવેલા ઉતાર-ચઢાવ દરમિયાન પોતાનો સાથ આપનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. પાર્થિવ ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો પણ આભાર વ્યક્ત કર્યો છે.પાર્થિવ પટેલે પોતાની પહેલી રણજી ટ્રોફી મેચ ભારત માટે ડેબ્યુ કરવાના બે વર્ષ બાદ નવેમ્બર ૨૦૦૪થી રમવાનું શરુ કર્યું હતું. પાર્થિવ પટેલે પુનરાગમન કર્યું પરંતુ ટીમમાં પોતાની જગ્યા પાક્કી ના કરી શક્યા, કારણ કે એક વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહા ટેસ્ટ માટે પહેલી પસંદ બની ગયા. જોકે, પાર્થિવે હાર ના માની અને ઈન્ડિયન પ્રીમિયર લીગ અને ઘરેલુ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું. ૨૦૧૫માં તેમણે મુંબઈ ઈન્ડિયન્સ માટે ૧૫ મેચમાં ૩૩૯ રન બનાવ્યા. આ પછી આ વર્ષે પોતાની પહેલી લિસ્ટ એ શદી લગાવી અને ગુજરાતને વિજય હજારે ટ્રોફી જીતાડવામાં મદદ કરી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.