મહાપાલિકાએ તુરંત જ તમામ વોર્ડ ઓફીસે ફોર્મ વિતરણની વ્યવસ્થા ગોઠવી

હાલમાં રાજકોટ શહેરમાં ભળેલા નવા વિસ્તારોનીસફાઈ કામગીરીને સુદ્દઢ બનાવવા માટે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં રોજમદાર સફાઈ કામદાર પાર્ટટાઈમની કુલ ૪૪૧ જગ્યા માટે ભરતી પ્રક્રિયા અન્વયેના અરજી ફોર્મનું વિતરણ આજથી રાજકોટ મહાનગરપાલીકાની ત્રણેય ઝોનના સિવીક સેન્ટર ખાતેથી વિનામૂલ્યેકરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સફાઈ કામદારોની ભરતીનાં ફોર્મ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે.

ત્યારે બીજી બાજુ સફાઈ કામદારોની ભરતીનાં ફોર્મ માટે લોકો ઉમટી પડતા સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અને ફોર્મ વિતરણ માટે મનપા દ્વારા એકજ કર્મચારીને મૂકવામાં આવતા હોબાળો થયો હતો.

પાર્ટ ટાઈમ નહિ ફૂલ ટાઈમ માટે ભરતી કરવાની માંગ

મહાનગરપાલીકામાં છેલ્લા ૧૫ વર્ષ સફાઈ કામદારની ભરતી બાબતમાં સમાજના આગેવાન, યુનિયન લીડરો, સમાજના પટેલ માજી કોર્પોરેટરો તથા વાલ્મીકી સમાજના તમામ સફાઈ કામદાર ભાઈઓ બહેનો ભરતી કરવા માટે અધિકારી તથા પદાધિકારી સાથે રજૂઆત કરતા રહીએ છીએ જેના અનુસંધાને પૂ. ચીમનાજી બાપુ ઉપવાસ આંદોલન કરેલ તેના ફળ સ્વરૂપે તા.૨૦.૭ના રોજ જનસંપર્ક અધિકારી દ્વારા ભરતી બાબતની છાપામાં જાહેરાત આવેલ અને તા.૨૧.૭ના રોજ ફોર્મ વિતરણ વ્યવસ્થા ચાલુ કરેલ, પરંતુ તેમાં ફૂલ ટાઈમ ભરતીને બદલે પાર્ટ ટાઈમ સફાઈ કામદારની ભરતીની જાહેરાત કરેલ પરંતુ તેમા જળ નિયમો દાખલ કરેલ છે. જે જળ નિયમો ગુજરાત રાજયમાં કયોરય પણ કોઈ પણ ભરતી માટે આવા નિયમો રાખેલ નથી. તો સફાઈ કામદારો માટે શા માટે? આવા ભરતીનાં નિયમો અત્યાર સુધીનાં ઈતિહાસમાં કયાય જોવા મળેલ નથી. રાજકોટનો સમગ્ર વાલ્મીકી સમાજ આ નિયમોનો વિરોધ કરે છે ને પાર્ટને બદલે ફુલ ટાઈમની ભરતી કરે એવી અમારી માંગણી છે.

IMG 20200721 WA0039

સફાઈકર્મીની ભરતીમાં હજારો રૂપિયાના ઉઘરાણા થયાનો કોંગી કોર્પોરેટ રવજીભાઈ ખીમસુરીયાનો આક્ષેપ

વિપક્ષી નેતા વશરામ સાગઠીયા અને કોર્પોરેટર રવજીભાઈ ખીમસુરીયાએ જણાવ્યું કે,  અગાઉના વર્ષોમાં જે રીતે ભરતી થઇ હતી તે રીતે જ પ્રક્રિયા થવી જોઈએ આ વખતે નવા નિયમો અમુક લોકોના લાભ માટે બનાવ્યા છે તે યોગ્ય નથી કોઈપણ વ્યક્તિ અનુસૂચિતજાતિ કે અન્ય જાતી ના કોર્ટમાં જશે તો  આ ભરતી પ્રક્રિયા રદ થશે અને રાજકોટ મહાનગરપાલિકા કોર્ટમાં જવાબ પણ આપી નહી શકે, કારણ કે આ ભરતી પ્રક્રિયા ગેરબંધારણીય રીતે થઇ રહી છે અમારી માંગણી છે કે અનુસૂચિતજાતિનું જે વ્યક્તિ પાસે દાખલો હોય તે દરેક વ્યક્તિઓને ફોર્મ ભરવાનો અધિકાર હોવો જોઈએ નહી કે અમુક લોકોને. આજરોજ ફોમ વિતરણના સ્થળ ઉપર વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા પહોંચતા કેટલાક લોકોએ એવી રજૂઆત કરી હતી કે અમારા જ સમાજના લોકો દ્વારા આ ભરતીમાં નિમણુંક કરવાના રૂપિયાની લેવડદેવડ થાય છે તેવી રજુઆતો અમારી સમક્ષ આવેલ હતી. અમારી સમગ્ર સમાજને વિનંતી છે કે કોઈપણ વ્યક્તિને આપે રૂપિયા આપવાના નથી કોઈ  બીજા દ્વારા પણ જો રૂપિયાની માંગ કરવામાં આવે તો અમોને જાણ કરવા વિનંતી. રાજકોટ મહાનગરપાલિકામાં આ ભરતી અંગે જે કોઈ લોકોએ આર્થિક વ્યવહાર કર્યો હશે તે લોકોના ભરેલા ફોર્મ પણ કાયદેસર રીતે રદ થઇ શકશે તો મહેરબાની કરી કોઈપણની સાથે આર્થિક વ્યવહાર કરવો નહી અને જો કોઈ આવું કરતુ હોય તો મોબાઇલ નં.૯૮૨૫૧૬૫૧૯૧ ઉપર સંપર્ક કરવા વિરોધ પક્ષના નેતાવશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.