જામનગર છોટી કાશી કહેવાતા જામનગરમાં પરશુરામ સેના આરતી ગ્રુપ દ્વારા દર રવિવારે પાબારી હોલ, દુ:ખભંજન મહાદેવના મંદીર ખાતે ભગવાનશ્રી પરશુરામની આરતી કરતા હોય છે અને જયાંથી હિન્દુ યુવાનોનાાં ઉત્કર્ષ તેમજ બ્રહ્મ યુવાનોનાં ભગવાન શ્રી પરશુરામમાં શ્રઘ્ધા તેમજ સંસ્કારના ભાગરુપે પૂજા પાઠ, અર્ચના અને સંસ્કારોનું સિંચન કરવા અથાગ પ્રયત્ન કરે છે.
આ જ ધાર્મિક ભાવનાથી જામનગરના પ્રખર ધારાશાસ્ત્રી હિતેનભાઇ ભટ્ટ દ્વારા ભગવાન શ્રી પરશુરામની મૂર્તિ સાથે મંદિર નિર્માણના જે પ્રયત્ન ચાલી રહ્યા છે જે કાર્યને પરશુરામ સેના આરતી ગ્રુપે આવકારી ધારાશાસ્ત્રીનું સન્માન કરેલ હતું. જે મૂર્તિઅને મંદીરની પૂજા અર્ચના અને સફાઇ સુરક્ષાની વ્યવસ્થામાં પણ પરશુરામ સેના આરતી ગ્રુપે જવાબદારી સંભાળવાની તૈયારી બતાવી છે. તેમજ આ મંદીરમાં ભવ્યાતિભવ્ય આરતી દ્વારા બ્રહ્મ યુવાનો તેમજ હિન્દુ યુવાનોમાં સંસ્કારોનું રોપણ કરવા પણ તૈયાર રહેવા જણાવેલ છે.