- રૂપાલા પાસે હાથ પર રોકડ રૂ.18,89,486 : પોતાની પાસે રૂ. 8,70,589નું સોના- ચાંદી જ્યારે પત્ની પાસે રૂ. 88,11,002નું સોના ચાંદી : તેમની સામે ગોંડલ, ગઢડા અને રાજકોટ સિવિલ કોર્ટમાં કેસ પેન્ડિંગ : એક વિદેશી પિસ્તોલ પણ માલિકીની : રૂપાલા પાસે એકેય કાર નહિ
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે નામાંકન પત્ર ભર્યું હતું. જેમાં ડમી ઉમેદવાર તરીકે મોહનભાઇ કુંડારિયાએ ફોર્મ ભર્યું હતું. પરસોતમભાઈ રૂપાલાએ રૂ.9.41 કરોડની અને તેમના પત્ની પાસે પણ રૂ 8 કરોડની મિલકતો હોવાનું ફોર્મમાં દર્શાવ્યું હતું. સ્થાવર મિલકતમાં પરસોત્તમભાઈ પાસે 5.79 કરોડ અને પત્ની પાસે 5.71 કરોડ, જંગમ મિલકતમાં પરસોત્તમભાઈ પાસે 5.79 કરોડ અને પત્ની પાસે 5.71 કરોડની મિલકત છે. આમ બેયની મળીને મિલકત રૂ. 17.41 કરોડ થાય છે.
રૂપાલાએ છેલ્લું આઇટી રિટર્ન 2022-23માં 15,77,110નું ભર્યુ હતું. તેમના પત્ની સવિતાબેનનું છેલ્લું આઇટી રિટર્ન 2022-23માં 12,70,650 દર્શવાયુ છે. રૂપાલા સામે 3 ફોજદારી છે, એક ગોંડલ તાલુકા કોર્ટમાં, ગઢડા તાલુકા કોર્ટ અને રાજકોટ સિવિલ કોર્ટમાં છે. ત્રણેય કેસ તાજેતરના જ છે. રૂપાલાની બેંકમાં થાપણ 18,86,758 અને પત્નીની બેંકમાં થાપણ 26,91,582 છે. પરસોત્તમભાઈનું વીમા કંપની અને પોસ્ટલ સેવિંગમાં રોકાણ 21,16,540 છે. પરસોત્તમભાઈ પાસે વાહન નથી, પત્ની પાસે પણ નથી. પરસોત્તમભાઈ પાસે સોનુ, ચાંદી રૂ. 8,70,589ની કિંમતનું તથા પત્ની પાસે સોનુ, ચાંદી રૂ. 88,11,002ની કિંમતનું છે.
રૂપાલા પાસે વિદેશી બંદૂક છે તેની કિંમત 87,500 છે. વ્યવસાયમાં પરસોત્તમભાઈ એ ખેતી, વ્યાજ, જાહેરજીવન દર્શાવ્યું છે. પત્નીએ વેપાર , વ્યાજ, ખેતી દર્શાવી છે.પુરુષોત્તમ ખોડાભાઈ રૂપાલાનો જન્મ 1 ઓક્ટોબર 1954ના રોજ અમરેલીના ઇશ્વરીયા ગામમાં થયો છે. રૂપાલાએ 1979માં સવિતાબેન સાથે લગ્ન કર્યા. તેઓને એક પુત્રી અને એક પુત્ર છે. તેમણે બી.એસ.સી બીએડ સુધીનો અભ્યાસ કર્યો હતો. રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેમણે 1977 થી 1983 દરમિયાન હામાપુર ખાતે માધ્યમિક શાળામાં શાળાના આચાર્ય તરીકે સેવા આપી હતી. તેઓ નવેમ્બર 1983 થી માર્ચ 1987 સુધી અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર હતા.રાજકીય કારકિર્દીની શરૂઆત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હતી .1988થી 1991 સુધી જવાબદારી નિભાવી હતી. ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી તરીકે 1992માં જવાબદારી નિભાવી હતી.ગુજરાત પ્રદેશ મહામંત્રી અને પ્રવક્તા તરીકે 2005થી 2006 સુધી જવાબદારી નિભાવી હતી.ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે 2006થી 2010 સુધી જવાબદારી નિભાવી હતી. રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે 2010થી 2016 સુધી જવાબદારી નિભાવી હતી. રાષ્ટ્રીય પ્રભારી તરીકે આંધ્ર પ્રદેશ જવાબદારી નિભાવી છે.
પરષોત્તમભાઈ પાસે 4 જગ્યાએ વિશાળ જમીન
પરસોત્તમભાઈ પાસે અમરેલીમાં કૃષિની 3 હેકટર જમીન છે જેની બજાર કિંમત રૂ. 28,51,490 છે. જો કે આ જમીનમાં તેમના પત્ની પણ હિસ્સેદાર છે. ઈશ્વરીયામાં પણ જમીન છે જેની બજાર કિંમત રૂ.1,27,94,814 છે. આ જમીન બિનખેતી છે. ઈશ્વરીયામાં બીજી પણ જમીન છે. જેની રૂ.43,48,080 છે. ગાંધીનગરમાં પ્લોટ છે. જેની રૂ. 1,62,85,915 બજાર કિંમત છે.કુલ જમીન મકાન પરસોત્તમભાઈના રૂ. 3,62,80,299ની કિંમતના છે. જ્યારે પત્નીના રૂ. 2,29,13,488ના છે.
રૂપાલા પાસે 7 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એકાઉન્ટ
આ વખતે પ્રથમ વખત ભાજપના ઉમેદવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વિગતો પણ પોતાના ફોર્મમાં દર્શાવી છે. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ફોર્મમાં જાહેર કર્યા મુજબ ફેસબુક, એક્સ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યુબ ચેનલ, ટેલીગ્રામ અને લિંકડિનમાં તેઓ એકાઉન્ટ ધરાવે છે.
રૂપાલા શાળાના આચાર્ય અને પાલિકાના ચીફ ઓફિસર પણ રહી ચૂક્યા છે
ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ બી.એસ.સી બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેમણે 1977 થી 1983 દરમિયાન હામાપુર ખાતે માધ્યમિક શાળામાં શાળાના આચાર્ય તરીકે સેવા આપી હતી. તેઓ નવેમ્બર 1983 થી માર્ચ 1987 સુધી અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર હતા. આમ રાજકારણમાં પ્રવેશ્યા પૂર્વે તેઓ સરકારી નોકરિયાત હતા.