કહેવાય છે કે કુવૈતના પોપટ ચાલાક અને બોલકા હોય છે. ક્યાં…ક્યારે…અને શું બોલવું એ સમજી શકતા નથી અને જે પણ મનમાં આવે એ ફટાક દઇને બોલી દે છે. જોકે એ અલગ વાત છે કે એમના આ સ્વભાવથી માણસો ઘણીવાર મુશ્કેલીમાં મુકાય છે. કંઇક આવો જ કિસ્સો કુવૈતના એક વ્યક્તિ સાથે બન્યો છે. આ ઘટના દુબઇની છે. એક વ્યક્તિનું એની નોકરાણી સાથે અફેર ચાલી રહ્યું હતું. જોકે આ અંગે પત્નીને કંઇ જાણ ન હતી. પરંતુ પોપટે આનો ફાંડો ફોડી નાંખ્યો.

અરબ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, જ્યારે પત્ની ઘરે ના હોય ત્યારે માલિક અને નોકરાણી વચ્ચે રોમાંસ ચાલતો હતો જે પોપટ બધુ જોતો હતો અને સાંભળતો હતો.આ ઘટનાક્રમ ચાલતો રહ્યો. પરંતુ એક દિવસ પતિ સામે મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો. પોપટે એ બધી વાતો એની પત્નીની સામે કહી દીધી કે જે માલિક નોકરાણી સાથે કરતો હતો. આ બધુ સાંભળીને પત્ની ભડકી ઉઠી અને પોતાના પતિ વિરૂધ્ધ કુવૈતના હવાલ્લી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તેણીએ પતિ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપ મુક્યો. મહિલાએ પોલીસને જણાવ્યું કે, તેને પહેલેથી જ પતિ પર શક હતો. પરંતુ પોપટની વાતોએ આ શકને સાબિત કર્યો છે. એક દિવસ જ્યારે તેણી વહેલા ઘરે આવી તો એનો પતિ નર્વસ થયો હતો.પરંતુ પોલીસે પોપટની વાતને પુરાવા તરીકે માનવાનો ઇન્કાર કરી દીધો અને શખ્સને જેલ જતાં બચાવી લીધો. કુવૈતમાં પરસ્ત્રી સાથે સંબંધ રાખવો ગંભીર ગુનો છે અને એ માટે આકરી સજાની જોગવાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.