ગોવાના CM મનોહર પારિકરે વીડિયોની મદદથી ભાજપના બૂથ સ્તરીય કાર્યકર્તાઓને સંબોધત કર્યાં છે. તેઓએ કહ્યું કે થોડા સમયમાં જ તેઓ પ્રદેશ પરત ફરી શકે છે. સફેદ શર્ટ અને પોતાના ટ્રેડમાર્ક ચશ્મા ગળામાં લટકાવીને પારિકરે કહ્યું કે વડાપ્રધાન મોદી 2019માં પૂર્ણ બહુમતની સાથે બીજી વખત કેન્દ્રમાં સત્તા સંભાળે એટલા માટે જરૂરી છે કે ગોવા બંને ભાજપના સાંસદોને જીતાડીને ફરી લોકસભા મોકલે.
ટ્વિટર પરથી કર્યો વીડિયો સંદેશ
My message to BJP Booth Karyakartas. pic.twitter.com/cgkfIY31cF
— Manohar Parrikar (@manoharparrikar) May 13, 2018
મનોહર પારિકરે ભાજપ પ્રમુખ અમિત શાહની અધ્યક્ષતામાં થયેલાં સંમેલન દરમિયાન ટ્વિટર પર વીડિયો સંદેશો જાહેર કરી પોતાના સ્વાસ્થયમાં સુધારો હોવાના અને ટૂંક સમયમાં જ ભારત પરત ફરવાની વાત કરી છે.
CM પારિકરે કહ્યું કે, “છેલ્લાં 2 માસથી હું તમારી સાથ નથી, કેમકે મારો ઈલાજ ચાલી રહ્યો છે. હું આગામી થોડાંક સપ્તાહમાં ગોવા પરત ફરીશ. સારવારની સારી અસર છે અને મને આશા છે કે આવનારા સમયમાં હું વધુ સ્ફૂર્તિની સાથે તમને લોકોને મળીશ.
તેઓએ વધુમાં કહ્યું હતું કે તબિયત નાદૂરસ્ત હોવાને કારણે પાર્ટી કાર્યકર્તાઓની બેઠકમાં હાજર રહી શક્યા ન હતા.
પારિકરે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, “2019ની લોકસભા ચૂંટણી માટે તૈયાર થઈ જાવ. આ દેશને વડાપ્રધાનના પદ પર નરેન્દ્ર મોદીની જરૂર છે, જેને પૂરું કરવા માટે તમામે એકજુટ થવું જરૂરી છે.અમિત શાહે બેઠકમાં પાર્ટી કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે બેઠકમાં પહોંચ્યાને થોડાંક સમય પહેલાં તેઓએ ટેલિફોન પર પારિકર સાથે વાત કરી હતી. વાતચીતથી લાગતું હતું કે તેઓ સારી અવસ્થામાં છે અને રાજ્યની રાજનીતિમાં પરત ફરવા ઉત્સુક છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com