અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન (પૂર્વ)ના 2022 ના ગુનામાં થયો હતો ફરાર

અમદાવાદ શહેર મહિલા પોલીસ સ્ટેશનના દુષ્કર્મ અને પોકસોના ગુનામાં ફરાર થયેલા શખ્સને જામનગર પેરોલ સ્લો સ્કવોર્ડ બેરાજા (પસાયા) ગામેથી ઝડપી લીધો હતો.પ્રાપ્ત માહીતી મુજબ રાજકોટ પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ દ્વારા નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા આપેલી સુચના અનુસાર જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન મુજબ એલસીબીના પો.ઇ.સ. જે.વી. ચૌધરી તથા પેરોલ ફર્લો સ્કવલર્ડના પીએસઆઇ એલ.જે. મિયાત્રા તથા સ્ટાફ દ્વારા ગુનેગારોને પકડી પાડવા કામગીરી હાથ ધરી હતી

દરમ્યાન સ્ટાફના ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજ, કરણસિંહ જાડેજા અને રણજીતસિંહ પરમારને બાતમી મળેલ કે વેજલપુલ પોલીસ સ્ટેશનના દુષ્કર્મ  પોકસોના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજુ વલ્લભભાઇ કુનડીયા નામનો શખ્સ બેરાજામાં રહેતો હોવાનું જાણવા મળતા બેરાજા (પસાયા) ગામેથી પોલીસે તેને ઝડપી લીધો હતો.

આરોપી રાજુ કુનડીયા સામે આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે અમદાવાદ શહેર મહિલા કોલેજ સ્ટેશને જાણ કરી જામનગર પંચકોટી પોલીસ ડીવીઝનને સોંપી આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.