સરેન્દ્રનગર જીલ્લામાં પેટ્રોલીંગ ફરી નાસ્તા ફરતા આરોપીઓ બાબતે હકિકતો મેળવી તપાસ કરી હતી. આ દરમિયાન કાયદેસરની કાર્યવાહી કરીને અસરકારક કામગીરી કરવા માટે LCBના પોલીસ ઇન્સપેક્ટર જે.જે.જાડેજા સાહેબનાઓને ભારપુર્વક જણાવી જરૂરી સુચના માર્ગદર્શન કરેલ હતું. આ દરમિયાન જે અન્વયે પેરોલ ફર્લો સ્કવોડ પો.સબ.ઇન્સ. આર.એચ.ઝાલા સાહેબ તથા ટીમ દ્રારા એક્શન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે સ્ટાફને સુચના તથા માર્ગદર્શન આપી સાથે રહી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવી હતી.
જે અન્વયે આજ રોજ પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરની ટીમ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારું સતત પ્રત્નશીલ હતા. . તેમજ તે દરમ્યાન સાથેના પોલીસ કોન્સ શક્તિસિંહ જોરુભા ચૌહાણ નાઓએ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી સચોટ બાતમી હકિકત મેળવી જોરાવરનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.499/202023 IPC કલમ-186,228,24,511 મુજબ ગુન્હાનો નાસતા ફરતા આરોપીઓને જોરાવરનગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી હસ્તગત કરી આગળની તપાસ અર્થે તથા કાયદેસરની કાર્યવાહી સારૂ મજકુર આરોપીનો કબ્જો જોરાવરનગર પોલીસ સ્ટેશને સોપવામાં આવ્યા છે.
કામગીરીમાં રોકાયેલ પોલીસ અધિકારી/કર્મચારીની વિગત :-
1. PI- જે.જે.જાડેજા
2. PSI- આર.એચ.ઝાલા
3. HC- અજયસિંહ ધર્મેદ્રસિંહ
4. PC- ધવલ
5. PC- શક્તિસિંહ જોરુભા
અહેવાલ : ઘનશ્યામ ભટ્ટી