સૌરાષ્ટ્ર ભાણાવડ તાલુકાના કાટકોલ મુકામે શ્રઘ્ધા અને ભાવઅર્પણ સાથે દિક્ષા જયંતિ ઉજવાશે
પરમશ્રાધેય પૂજય ગુરુદેવ ધીરજમુની મહારાજ સાહેબની ૩૮મી દિશા જયંતિ સૌરાષ્ટ્ર ભાણવડ તાલુકાના કાટકોલા મુકામે રવિવાર ના રોજ શ્રઘ્ધા અને ભાવઅર્પણ સાથ યોજાશે. આ પ્રસંગે પૂ. ગુરુદેવની પ્રેરણાથી નવનિર્મિત ઉપાશ્રય ના ઉદધાટનનો પણ પ્રસંગ છે. કાટકોલા ગામ ત્યાંના મુળ વતની અને હાલ દેશ વિદેશમાં વસતા મણીયાર પરિવારનું દેવસ્થાનનું ગામ છે. પહેલાના સમયમાં કોટકોલા જંકશન તરીકે સુપ્રસિઘ્ધ હતુ અને મણીયાર પરિવારના જશાપરમાં વસતા ગોંડલ સંપ્રદાયમાં દિક્ષીત સ્વ. પ્રેમગુરુદેવ અને વર્તમાન બિરાજીત ગોંડલ સંપ્રદાયના ગૌરવ સમાન પૂ. ધીરજમુની મહારાજ સાહેબના સંસારી પિતા થતા હતા.
પૂ. ગુરુદેવ મણીયાર કુટુંબનું પણ જૈન શાસન ગોંડલ સંપ્રદાયનું ગૌરવ વધારી અનેક આશરે ૧૧પ ઉપાશ્રય સ્થાનકોનું નવનિર્માણ તેમજ નવનિર્મિતમાં તેમની શાસન પ્રેરણાનું યોગદાન સવિશેષ રહ્યું છે. આજે શય્યાદાન મહાદાન પ્રણેતા ગોંડલ સંપ્રદાયના ગૌરવ સમાનથી લોકો પરિચિત છે. કાટકોલાના ઉપાશ્રય નવનિર્માણનો લાભ માતુશ્રી ચંદનબેનધીરજલાલ મણીયાર ના સુપુત્રો તથા ભૂમિદાનનો લાભ છબીલદાસ ગુલાબચંદ શાહ પરિવાર હસ્તે ધર્મપત્ની રેખાબેન તથા સુપુત્રો તરફથી લેવામાં આવેલ છે.
ગુરુદેવ પૂ. ધીરજમુનિ મહારાજ સાહેબ મુંબઇથી ઉગ્રવિહાર કરી શેષકાળ માટે સૌરાષ્ટ્રમાં પધારેલ ત્યારે તા. ર૩ ડીસે. ૨૦૧૯ ના રોજ તેમના પ્રથમ પર્દાપણ અબોલ જીવોના આશ્રમ સ્થાન રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં સવારે ફકત ૩૦ મીનીટના રોકાણનું થયેલ, પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા નવા શેડો નવનિર્મિત કરવાનું જણાવેલ ત્યારે ત્યાં રૂ બે લાખનું દાન તેમની પ્રેરણાથી મળેલ અતે વધારે સમય રોકાણનો ન હોવાથી ઉણસ્થિત સંઘ શ્રેષ્ઠીઓ તથા ભાવિકોને કુલ રૂ ૧૧ લાખ એક માસમાં પુરા કરવાનું જણાવ્યું અતે ત્યાંથી વિરાણી પૌષધશાળા સ્વાગત ધર્મસભામાં ફકત એક કલાકમાં કુલ રૂ ૧૧ લાખની પ્રાપ્તિ થયેલ. ત્યારબાદ બીજા શેડ માટે તથા પાંજરાપોળના ફંડમાં રૂ ૧૫ લાખ એટલે પાંજરાપોળને તેમની પ્રેરણાથી ૨૬ લાખનું દાન પ્રાપ્ત થયેલ છે.
પૂ. ગુરુદેવની ત્યારબાદ વિહાર યાત્રામાં કુ. મોનાલીબેનની દિક્ષા, રાજકોટમાં તેમજ રંગપરમાં ઉપાશ્રયનો ઉદધાટન અને અનેક ધર્મઅનુષ્ઠાનોમાં તેમની પ્રેરણામય ઉ૫સ્થિતિ તેમના સંયમી જીવન ૩૮ વર્ષોમાં સંપ્રદાય તેમજ જૈન શાસન શોભાવતિ અનેક પ્રેરણા મળેલ છે.
આ ઉદધાટન પ્રસંગે પૂ. ગુરુદેવની ૩૮મી દિશા જયંતિ અવસરનો લાભ સૌરાષ્ટ્રમાં મળેલ હોય ત્યારે સોનામા સુગંધ જેવો મહામુલ્યો લાભ આપણે સૌને પ્રાપ્ત થયેલ છે. પરમશ્રઘ્ધા પૂ. ગુરુદેવ ધીરજમુનિ પ્રત્યે શ્રઘ્ધાભાવ વ્યકત કરી તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને શાસન પ્રભાવના શય્યાદાન તથા તેમની વાણીનો અવિરત લાભ મળ્યા કરે તેવી શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીને આપણી અંતરથી ર્પ્રાથના