ગ્રામ્ય વિસ્તારોમાં ડોકટરોની અછત દૂર કરવા સંસદીય સમિતિની ભલામણ
WHOના જીવનધોરણ મુજબ ૧૦૦૦ વ્યકિતએ એક ડોકટર હોવા જોઇએ
ભારતમાં ૧૬૫૫ લોકોએ એક ડોકટર દેશમાં તબીબોની અછતને લઇ આયુવેદીક અને હોમિયોપેથીક ડોકટરોને પણ એલોપથી પ્રેકટીસ કરવાની છુટ આપવી જોઇએ તેવી ભલામણ સંસદીય સમીતીએ કરી છે. સંસદીય સમીતી દ્વારા ખાસ કરીને દેશનાં ગ્રામિણ વિસ્તારોમાં તબીબોની અછત અને WHOએટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં ધારા-ધોરણો મુજબ દેશમાં ૧૦૦૦ વ્યકિતએ એક ડોકટરને વચ્ચે ૧૬૫૫ વ્યકિતઓ એક ડોકટરની સ્થીતિ હોય નવ પ્રપ્તાપિત એન.એમ.સી. બીલ ૨૦૧૭ માં અહેવાલમાં આ ભલામણ કરવામાં આવી છે.એનએમસી બીલ ૨૦૧૭ જે હાલના ટોચની મેડીકલ શિક્ષણ નિયમનકારને સ્થાને લાવવા માંગે છે.
નવી મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા (એમસીઆઇ) ૨૯ ડીસેમ્બરના રોજ સંસદમાં સરકાર દ્વારા રજુ કરવામાં આવી હતી.
પ્રસ્તાવિત કાયદાની વિવિધ જોગવાઇઓ પર તબીબી સમુદાયના વિરોધને પગલે જેમાંથી એક પુલ કોર્સ હતું. બીલને સંસદીય સ્થાયી સમીતી તરીકે ઓળખવામાં આવ્યું હતું.
બીલની જોગવાઇમાં ભારતીય મેડીકલ એસો.(આઇએમએ) સહીત આરોગ્ય સંસ્થાઓનો સખત વિરોધ હતો જેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે આયુષ ડોકટરોને આધુનીક દવાની પ્રેકિટસ કરવાની મંજુરીથી આરોગ્ય જોખમમાંશે જો કે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં ડોકટરોની તીવ્ર તંગી છે. અને આયુર્વેદીક અને હોમિયોપેથીક ડોકટરો ગ્રામ્ય વિસ્તારમાં સારવાર કરશે તો આરોગ્ય ક્ષેત્રમાં સુધારો આવશે. જો કે પુલ કોર્સને વર્તમાન બીલમાં ફરજીયાત જોગવાઇ ન કરવી જોઇએ તેવી ભલામણ પણ સમીતીએ કરી હતી.
રામગોપાલ યાદવની અઘ્યક્ષતાવાળી સમીતીએ વ્યાવસાયિકો તબીબોની અછતને હેલ્થકેર સેકટરમાં હાલના માનવ સંસાધનોની ક્ષમતા નિર્માણ કરવાની જરુરીયાતને સમર્થન આપ્યું હતું.
મંત્રાલયે એમ કહ્યું હતું કે એનએમસી બીલ બ્રીજ અભ્યાસક્રમ દ્વારા તેમના કુશળતાને વધાવી લોકોને એલોપેથીક સારવાર પૂરી પાડવા માટે પ્રશિક્ષિત આયુષ પ્રેકિટશનર્સને સહાય કરીને આરોગ્ય સંભાળ કર્મચારીઓની ઉપલબ્ધતા ને વધારી અછત દુર કરવાનો પ્રયાસ એનએમસી બીલ પણ બીન-સંચારીત એટલે કે બીન ચેપી રોગોથી પીડાતા દર્દીઓને એલોપેથીક ડોકટરો ઉપરાંત નોન અલોપેથીક પ્રેકિટશનર્સ દ્વારા સારવાર આપવા માટે છુટછાટ આપવા ભલામણ કરવામાં આવી છે.
સમીતીએ વ્યકત કરાયેલા તેના મંતવ્યોમાં મંત્રાલયે જણાવ્યું હતું કે ડબ્લ્યુએચઓના ધોરણોની સુરખામણીએ ભારતમાં ૧ વ્યકિત ૧૬૫૫ નો ડોકટર-વસ્તી ગુણોત્તર છે. વધુમાં શહેરના ડોકટરો ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરવા માટે તૈયાર નથી. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં તબીબી સારવારની અછત જેથી દુર કરવા આ પ્રયાસ આશિર્વાદ રૂપ બનશે.
ભારતમાં ૭,૭૭,૪૬૮ આયુષ પ્રેકિટશનર્સ છે. જે દેશના સ્વાસ્થ્યની પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે ઉપયોગી થઇ શકે છે. તેમણે ઉમેર્યુ છે. કે આયુષને હેલ્થકેરના તબીબોએ સ્વાસ્થ્ય ક્ષેત્રે અસરકારક ભૂમિકા ભજવી શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે સંસદીય સમીતી દ્વારા થાઇલેન્ડ, મોઝામ્બિક ચાઇના અને ન્યુ યોર્ક શહેર જેવા દેશો વિશે પણ વાત કરી હતી. જેમાં આરોગ્ય સંભાળ આરોગ્ય કર્મચારીઓ અથવા વિના એલોપેથીક સ્વાસ્થ્ય પ્રબંધકોને આરોગ્ય સેવાઓમાં નિયમીત કરતા આરોગ્ય સંભાળમાં સુધારો થયો હોવાનું જણાવાયું હતું.
વધુમાં ડોકટર અને નિષ્ણાતોની તીવ્ર અછતની લીધે ભારતને પણ આ પ્રકારના પગલાં લેવાની જરુર છે. જેમાં ઉમેર્યુ હતું છે.
પેનલને જાણ કરવામા આવી હતી કે સેકશન ૪૯ (૪) માં પૂરા પાડવામાં આવેલ એક સર્વાનુમતે મત દ્વારા બ્રિજ કોર્સ રજુ કરવામાં આવશે અને તેથી એનએમસીમાં એલોપેથીક ડોકટરોમાંથી સતા આપવામાં આવશે.
મહારાષ્ટ્ર, આસામ, ઉત્તરાખંડ, હરિયાણા, કર્ણાટક અને ઉત્તરપ્રદેશ જેવા વિવિધ રાજયોએ પહેલેથી જ તેમના કાયદામાં સુધારો કર્યો છે અને અને આયુષ વ્યવસાયિકોને દવાઓની આધુનીક પઘ્ધતિઓ પ્રથાથી સારવાર કરવાની મંજુરી આપી છે.
આ બીલ મુજબ સંયુકત સભા, હાજર રહેલા તમામ સભ્યોના હકારાત્મક મત દ્વારા મતદાન કરી શકે છે. હોમિયોપેથીકના પ્રેકિટશનરો અને ભારતીય સિસ્ટમ્સ ઓફ મેડીસીનના પ્રેકિટશનરો માટે રજુ કરવામાં આવેલા ચોકકસ પુલ કોર્સને મંજુરી આપવાનું નકકી કરી શકે છે. જેથી તે આધુનિક સ્તર પર આધુનીક દવાનીસારવા માટે ભલામણ કરવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,