ટ્રાન્સઝેન્ડરો ઉપર સમાજમાં તા ભેદભાવને ડામવા સુચનો
સંસદીય સમીતી દ્વારા ટ્રાન્સઝેન્ડરોને આરક્ષણનો લાભ આપવા માટે ભલામણ કરી છે. આ માટે ટ્રાન્સઝેન્ડર બીલમાં આરક્ષણનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આ બાબતે સરકાર વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય કરે તેવી સંભાવના પણ દેખાઈ રહી છે. સમાજમાં ટ્રાન્સઝેન્ડરોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે તેમાં પણ શૈક્ષણીક ક્ષેત્ર અને રોજગારીમાં સૌી વધુ મુશ્કેલીઓ ભોગવવી પડે છે. ત્યારે જો આરક્ષણની નિતી અમલમાં આવે તો ટ્રાન્સઝેન્ડરોને ઘણો ફાયદો મળી રહે તેવી પૂરેપુરી શકયતા છે. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ટ્રાન્સઝેન્ડરો સો તા ભેદભાવને રોકવા માટે પણ યોગ્ય કાયદા ઘડાવા જોઈએ જેી સમાજમાં ટ્રાન્સઝેન્ડરોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે. જો આ બીલ પસાર શે તો સમાજમાં ટ્રાન્સઝેન્ડરોને હકકો મળી રહેશે અને કોઈપણ જાતના ભેદભાવનો સામનો કરવો નહીં પડે. ગત વર્ષે આ બીલ લોકસભામાં રજૂ યું હતું. જો કે તેમાં સુધારા વધારાની જ‚ર હોવાી આ બીલને સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ મુકવા જણાવવામાં આવ્યું હતું.
આ બીલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, સમાજમાં તા ભેદભાવના કારણે ટ્રાન્સઝેન્ડરોમાં શિક્ષણનો અભાવ જોવા મળે છે તેમજ આરોગ્યની સુવિધા પણ મળતી ની. વધુમાં રોજગારી માટે પણ ફાંફા મારવા પડે છે.