સંસદના વર્તમાન સત્રમાં ૧૫ ખરડાઓ પસાર કર્યા બાદ હજુ પણ મહત્વપૂર્ણ ૧૦ ખરડાઓ બાકી હોય સત્ર લંબાવવાનો મોદી સરકારનો નિર્ણય

મોદી સરકારના બીજી યર્મના પ્રથમ સંસદ સત્રનો ૧૭મી જૂનથી પ્રારંભ થયો હતો. આજે આ સત્ર પૂર્ણ થવાનું હતુ પરંતુ આ સત્રમાં મોદી સરકારે અનેક મહત્વપૂર્ણ ખરડા પસાર કરાવીને બદલતા સમયની માંગ પ્રમાણે દેશના વિકાસમાં અડચણ રૂપ કાયદામાં ફેરફાર કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે. જેના ભાગરૂપે આ સત્રમાં ૧૫ ખરડાઓને સંસદમાં પસાર કરાવવામાં આવ્યા છે. જયારે હજુ પણ ૧૦ મહત્વપૂર્ણ ખરડાઓને પસાર કરવાનો નિર્ણય કર્યો છે. જેની, સંસદના આ સત્રને આગામી ૭ ઓગષ્ટ સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. ગઈકાલે લોકસભામાં ત્રિપલ તલ્લાકનો ખરડો પસાર થયા બાદ સંસદીય બાબતોનાં મંત્રી પ્રહલાદ જોષીએ સ્પીકર આમે બિરલાને મોદી સરકારના સત્ર ૭મી ઓગષ્ટ સુધી લંબાવવાના નિર્ણય અંગેની માહિતી આપી હતી જોષીએ આ નિર્ણય તાજેતરમાં મળેલી મંત્રી મંડળની બેઠકમાં લેવામાં આવ્યો હોવાનું ઉમેયું હતુ જો કે, સરકારે પરમ દિવસે આ ચોમાસુ સત્રને લંબાવવાના નિર્દેશો આપ્યા હતા. આ અંગે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતુ કે વિપક્ષો હંમેશા સત્રને લંબાવવાની માગં કરતા હોય છે જેથી આ સત્રને ૭ ઓગષ્ટ સુદી લંબાવવામાં આવ્યું છે. આ સત્રમાં યુપીએ, ત્રિપલ તલ્લાક, આરટીઆઈ એકટાં સુધારા વગેરે જેવા ખરડાઓને સંસદમાં બહુમતીથી પસાર કરવામાં આવ્યા છે. આવા જ મહત્વપૂર્ણ ૧૦ ખરડાઓને આ સત્રમાં પસાર કરીને મોદી સરકાર દેશના સર્વાંગી વિકાસમાં વિવિધ મુદે અડચણ રૂપ કાયદાઓમાં ફેરફાર કરવા માંગે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.