આત્મનિર્ભરની સાથે વિકાસમાં હરણફાળ ભરવા દેશ સજ્જ
ચીપમાં આત્મનિર્ભર બનવા વણખેડાયેલું લિથિયમ મિનરલ્સને લઇ સરકારની લીલીઝંડી
માઇન્સ એન્ડ મિનરલ્સ એમેન્ડમેન્ટ બીલ વિદેશીની સાથે સાથે સ્વદેશી રોકાણકારો માટે પણ સોનાની ચીડિયા સાબિત થશે
ડિજિટલ સહિતની ક્રાંતિ માટે સરકારે કમ્મર કસી છે ત્યારે ડિજિટલ માધ્યમ તેમજ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું હૃદ્યસમાન ચીપ સહિતના ઉપકરણો માટે લીથીયમ ખનીજ ખૂબ જ આવશ્યક છે. જમ્મુ-કાશ્મિર સહિત ભારતમાં વિપુલ પ્રમાણમાં પડેલ ખનીજ માટે સરકારે સંસદમાં ખાણ અને ખનીજ વિકાસ માટેનું બીલ સંસદમાં પાસ કરાવ્યું છે. હાલ ચીપને લઇ ખૂબ જ ચર્ચામાં રહેલ સેમી કંડક્ટર ઉદ્યોગો માટે ગુજરાતની આગેવાની નીચે દેશભરમાં 92 ટકા આયાતી ચીપ કે જે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું રો-મટીરીયલ છે અને ચીપ માટે લીથીયમ ખૂબ જ આવશ્યક છે.
ત્યારે કાશ્મિર સહિતના ક્ષેત્રોમાં ધરબાયેલું લીથીયમ આપણે ફક્ત 30 ટકા ઉપયોગમાં લેવાઇ રહ્યું છે. જેથી ઇલેક્ટ્રોનિક્સ તેમજ સેમી કંડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર થવાની સાથે-સાથે વિકાસમાં પણ અગત્યનો ભાગ ભજવે તેવા લીથીયમને લઇ ગઇકાલે સંસદમાં ખાનગી ક્ષેત્રે લીથીયમ ખનીજનો વેલ્યુ એડીશનમાં મહત્વનો ભાગ ભજવવા સરકારે માઇન્સ એન્ડ મિનરલ્સ એમેન્ડમેન્ટ બીલ-2023 પાસ કર્યું છે અને તેની હરાજી તેમજ લાયસન્સની પ્રક્રિયા ઝડપથી આટોપી લેવા સરકારે માર્ગદર્શિકા જાહેર કરેલ છે.
હાલમાં રાજ્યોના 107 મિનરલ્સ બ્લોક્સમાંથી ફક્ત 19 મિનરલ્સ બ્લોક્સ જ કાર્યરત છે અને જ્યારે એપોમીક ક્ષેત્રે પણ ક્રાંતિ સર્જવા લીથીયમ, નિકલ, કોબાટ, ટીટેનિયમ, ટેન્ટલ્યુમ સહિતના મિનરલ્સમાં આત્મનિર્ભર બનવા સરકારે મન બનાવી લીધું છે. થોડા સમય પહેલા જ જમ્મુ અને કાશ્મિરના રેઇસી જિલ્લામાં વિપુલ પ્રમાણમાં લીથીયમનો જથ્થો મળી આવેલ છે. જે ઇલેક્ટ્રોનિક્સ વાહનોની બેટરી, એનર્જી સ્ટોરેજના ઉપકરણો તેમજ લેપટોપ્સ અને મોબાઇલો માટે આત્મનિર્ભરની સાથેસાથે વિકાસમાં પણ ભારત હરળફાણ ભરવા સજ્જ થયું છે.
આ બીલ પાસ થવાથી ખનીજના બ્લોકોની હરાજી સમય મર્યાદામાં કરાવી લાઇસન્સધારકો તેમજ રાજ્ય સરકારને પણ સારી રેવન્યૂની આવક મળી રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. હાલમાં ભારત સંપૂર્ણ રીતે આયાતી મિનરલ્સ ખાસ કરીને લીથીયમ, કોબાડ અને નિકલ જે 70 થી 80 ટકા ચીનથી આયાત કરવી પડે છે. તેથી જ તાજેતરમાં સેમી કંડક્ટર ક્ષેત્રે અને ખાસ કરીને ચીપ કે જે ‘ચીપ’ નથી રહ્યું અને વેલ્યુ એડીશનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવાનું હોવાથી વિદેશી કંપનીઓ ઘરેલું ઉત્પાદનમાં મોટા પાયે રોકાણ કરવા સજ્જ થઇ ગયું છે. જેથી આગામી દિવસોમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ અને એટોમીક ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની સાથેસાથે નિકાસમાં પણ હરણફાળ ભરવા દેશ સજ્જ થઇ ગયો છે.