સુરેન્દ્રનગર માં આવેલ રેલ્વે સ્ટેશન ઉપર લોકો ને સારી સુવિધા મળી રહે તે હેતુથી આજરોજ એક લીફ્ટ નું લોકાર્પણ જિલ્લાના સંસદ સભ્ય શ્રી દેવજીભાઈના હસ્તે કરવામાં આવેલ આ સ્ટેશન ઉપર રોજના હજારો મુસાફરો આવતા હોય છે તેમને સારી સુવિધા મળી રહે સાથે સિનિયર સીટીઝન તેમજ વિકલાંગ અને નાના બાળકો સાથે આવતા મુસાફરો માટે લીફ્ટ ની સુવિધા શરૂ કરવામાં આવી છે.એક પ્લેટફોર્મ ઉપર થી બીજા પ્લેટફોર્મ ઉપર જવા માટે આ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.
આ લીફટ ની કેપીસીટી 20 મુસાફરો ની છે સાથે સ્ટેશન ઉપર આ લીફ્ટ ચોવીસ કલાક ચાલુ રહેશે. જેથી લોકો આનો લાભ લઈ શકે. આ સુવિધા શરૂ કરવાથી લોકોને તાએમનો પણ બચાવ થશે અને સારી સુવિધા પ્રાપ્ત થશે. ઘણા સમયથી લોકોની માંગ હતી તે સરકાર દ્વારા પુરી કરવામાં આવી છે તેમ જિલ્લાના સંસદ સભ્યએ જણાવ્યું હતું સાથે સરકાર ના રેલ્વે મંત્રી નો આભાર માનેલ જ્યારે આ રાજકોટ રેલ્વે ના ડી.આર.એમ. પી.બી.નીનાવે જણાવ્યું કે આ લીફ્ટ નો ખર્ચ પચાસ લાખ જેટલો થયો છે. અહીં આવતા મુસાફર લોકો માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. સાથે આગામી દિવસો વધુ સુવિધાઓ લોકોને મળી રહે તે માટે ના કાર્યો હાથ ધરવામાં આવશે. આ આ કાર્યક્રમ માં નગરપાલિકા પ્રમુખ શ્રી વીપીન ટોળીયા તેંમજ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ તેમજ સંસદ સભ્ય અને રેલ્વે સ્ટેશન ના અધિકારી હજાર રહ્યાં હતાં.