રોડ પરના દબાણો હટાવવામાં જો કોઇ અડચણરુપ થાય તો તેમની સામે ધોરણસરની કાર્યવાહી કરવા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકરટોને સુચના
જુનાગઢ કોમર્શીયલ બાંધકામમાં વ્યાપક ગેરરીતીઓ જોવા મળી રહી છે. કોઇ કોમર્શીયલ બાંધકામમાં માર્જીનની જગ્યામાં ગોટાળા હોય છે તો કોઇ જગ્યાએ પાર્કીંગની જગ્યા ખુલ્લી રાખવાના બદલે નિયમ વિરુઘ્ધ તેના પર બાંધકામ ખડકી દેવાય છે ગઇકાલે મ્યુનિ. કમિશનર પ્રકાશ સોલંકીએ એક બેઠક બોલાવી આવી જગ્યાઓ ખુલ્લી કરવા એસ.આઇ. ને નિદેશકો આપ્યા હતા કોમર્શીયલ પાર્કીગની ઇમારતો પર ના બીન કાયદેસર પાકીંગ દબાવવાથી શહેરની ટ્રાફીક સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે જેને કાબુમાં લાવવા મનપા હાલ કમર કસી રહી છે.
આ અંગે વિસ્તૃત વિગત અનુસાર જુનાગઢ શહેરની માથાના દુ:ખાવા રુપ અનેક સમસ્યા પૈકીની એક સમસ્યા છે. વાહન પાકીંગની મનપા દ્વારા શહેરમાં અનેક સ્થળે જાહેર પાકીંગ સ્થળો બનાવવામાં આવ્યા છે પરંતુ મોટાભાગના આવા પાકીંગ સ્થળો પર કોઇ કે કબજો જમાવી દીધો છે
જેના કારણે લોકોને વાહન પાકીંગની મુશ્કેલી થતા આડેધડ વાહન પાકીંગ કરી દેવામાં આવે છે જેથી ટ્રાફીકની સમસ્યા સર્જાઇ છે. ત્યારે કમિશનર પ્રકાર સોલંકીએ એક બેઠક યોજી આ સમસ્યાને દુર કરવા એસ.આઇ.ને દિના નિર્દેશ આપ્યા હતા ખાસ કરીને શહેરમાં આવેલ પ૪ પાકીંગ પ્લોટ ખુલ્લા કરવા ટયુશન કલાસીસના વિઘાર્થીઓ આવા સ્થળોમાં પાકીંગ ન કરે તે માટે ટયુશન કલાસીસ ના સંચાલકોને તાકીદ કરવા ટ્રાફીકને અડચણરુપ હોય તેવા લારી ગલ્લા દુર કરવા તેમજ કોમર્શીયલ ઇમારતોમાં આવેલા પાકીંગ જાહેર જનતા માટે ખુલ્લા કરવા દરેક વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટરોને સુચના આપી હતી કે જે આ કામગીરીમાં કોઇ અડચણ રુપ થાય તો તેમની સામે ધોરણ સરની કાર્યવાહી કરવા પણ સુચના આપી હતી.