ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024ની મહિલાઓની ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા સેમિફાઇનલમાં ક્યુબાની યુસ્નેલિસ ગુઝમેન લોપેઝને 5-0થી હરાવ્યો હતો. આ સાથે તેણી ફાઇનલમાં પહોંચી હતી અને દેશ માટે 1 મેડલ સુનિશ્ચિત કર્યો હતો.
જો કે હવે એક ડરામણા સમાચાર સામે આવ્યા છે. વિનેશ ફોગાટના મેડલને લઈને સંકટ વધુ ઘેરાયેલું છે. વિનેશ 50 કિલોમાં પ્રથમ વખત પડકારરૂપ હતી. પહેલા ભારતીય રેસલર 53 કિગ્રામાં રમતા હતા. આજે સવારે ગોલ્ડ મેડલ મેચ પહેલા વજન દરમિયાન તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. આવી સ્થિતિમાં તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી છે.
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને વધુ વજનના કારણે મહિલા ફ્રી સ્ટાઇલ 50 કિગ્રામાંથી ડિસ્ક્વોલીફાઈડ ઠેરવવામાં આવી છે. આનાથી ભારતના ઓલિમ્પિક અભિયાનને મોટો ફટકો પડ્યો છે. રિપોર્ટ અનુસાર તેનું વજન 50 કિલોથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ કહ્યું કે તે ખેદજનક છે કે ભારતીય દળ વિનેશ ફોગાટને મહિલા કુસ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય ઠેરવવાના સમાચાર શેર કરે છે. આખી રાત ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામથી વધુ હતું. ટીમ આ સમયે વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે.
વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓસાના લિવાચને હરાવી હતી. આ પહેલા વિનેશે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ મેચમાં જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આજે રાત્રે વિનેશ ફોગાટની ફાઈનલ મેચ રમાવાની હતી. ફાઈનલ મેચમાં વિનેશનો સામનો યુએસએની સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સાથે થવાનો હતો. વિંશેને સમર ગેમ્સમાં મેડલ જીતનારી સાક્ષી મલિક પછી બીજી ભારતીય મહિલા કુસ્તીબાજ બનવાની તક હતી.