દહેજ બાબતે ત્રાસ આપતા કુળવધુએ પાણીના ટાંકામા કુદી આપઘાત કર્યો ‘તો
હળવદના કણબીપરા વિસ્તારમાં મહાદેવનગમાં રહેતી પરિણીતાને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં જેલ હવાલે રહેલા પતિ અને સસરાને હાઈકોર્ટે જામીન પર મૂકત કરતો હુકમ
કર્યો છે.
વધુ હળવદના કણબીપરા વિસ્તારનાં મહાદેવનગરમાં રહેતી સંતોષ ઉર્ફે પ્રાંચી ચૈતન્ય વાઘશેડીયા નામની નવોઢાએ પાણીના ટાંકામાં પડી આપઘાત કરી લીધો હતો.
ઘાંટીલાના ઘનશ્યામભાઈ ભુરજીભાઈ વિડજાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, પોતાની પુત્રી સંતોષ ઉર્ફે પ્રાંચીનો, તેના સાસુ જોશનાબેન, સસરા પ્રવિણભાઈ પતિ, ચૈતન્ય એમ ત્રરેયના ત્રાસથી કંટાળી આપઘાત કરવાની ફરજ પાડી હતી.
પોલીસે દહેજની માંગણીના ગંભીર ગુન્હામાં પ્રાચીના સાસુ, સસરા, પતિની ધરપકડ કરતા તમામે એડવોકેટ મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલી જેમાં સાસુ સિવાય કોઈને જામીન આપવા સેશન્સ અદાલતે ઈન્કાર કરતા આરોપીઓએ હાઈકોર્ટમાં જામીન અરજી કરતા હાઈકોર્ટે કેસના કાગળોને તથા સાસરીયા નહી પરંતુ ખુદના બનેવી સાથેના અગમ્ય સંબંધના કારણે પ્રાચીન આપઘાત કરવો પડયાના આરોપીનાં બચાવને ધ્યાને લઈ સસરા તથા પતિને રૂપીયા દશ દશ હજારના જામીન પર છોડવા હુકમ કર્યો હતો.
હળવદના તમામ આરોપીઓ તરફે રાજકોટનાં ધારાશાસ્ત્રીઅભય ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, સુમીત વોરા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી તથા હળવદના વિજયભાઈ જાની રોકાયેલા હતા.